કૃષિ કાયદાઃ ક્યારે ક્યાંથી ક્યાં?

Thursday 25th November 2021 04:26 EST
 
 

ત્રણ કૃષિ કાયદાની અતથિ ઇતિ...

• ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ – સંસદમાં ત્રણ કૃષિ બિલ રજૂ કરાયા
• ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ – લોકસભા બાદ રાજ્યસભામાં બિલ પસાર થયા
• ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ – પંજાબના ખેડૂતોએ રેલ રોકો સાથે આંદોલન શરૂ કર્યું
• ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ – સમગ્ર દેશમાં નાના-મોટા આંદોલનો થવા લાગ્યા
• ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ – રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કૃષિ કાયદાનો અમલ શરૂ થયો
• ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ – ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી, પોલીસ સાથે ભારે ઘર્ષણ, દિલ્હી સરહદોએ ધરણા શરૂ
• ૮ ડિસેમ્બર ૨૦૨૦ – ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી
• ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ – ભારતીય કિસાન યુનિયન કૃષિ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
• ૧૩ ડિસેમ્બર ૨૦૨૦ – કેન્દ્રીય પ્રધાન રવીશંકર પ્રસાદે આંદોલનકારીઓને ‘ટુકડે ટુકડે ગેંગ’ ગણાવી
• ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ – ખેડૂતોએ દિલ્હીતરફ ટ્રેક્ટર રેલી યોજી, હિંસા-તોડફોડ થઈ
• ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ – સરકારે કૃષિ કાયદાઓને સસ્પેન્ડ કરવાની ખાતરી આપી
• ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ – ખેડૂતોએ રાષ્ટ્રીય સ્તરના ચક્કાજામની જાહેરાત કરી
• ૬ માર્ચ ૨૦૨૧ – દિલ્હી સરહદે ખેડૂતોના ધરણાંને ૧૦૦ દિવસ પૂર્ણ થયા
• ૨૭ મે ૨૦૨૧ – ખેડૂતોએ આંદોલનના છ મહિના થતાં બ્લેક ડે મનાવ્યો
• ૨૨ જુલાઈ ૨૦૨૧ – ખેડૂતોએ સંસદની બહાર પોતાનું ચોમાસું સત્ર શરૂ કર્યું
• ૭ ઓગષ્ટ ૨૦૨૧ – ખેડૂતોની સંસદ મુલાકાત માટે ૧૪ વિપક્ષોએ સંસદમાં બેઠક યોજી હતી
• ૨૨ ઓક્ટોબર ૨૦૨૧ – સુપ્રીમ કોર્ટે કહ્યું અમે આંદોલનના વિરોધમાં નથી પણ કાયમ માટે રોડ બ્લોક ન કરી શકાય
• ૨૯ ઓક્ટોબર ૨૦૨૧ - દિલ્હી પોલીસે ગાઝીપુર સરહદેથી બેરિકેડ્સ હટાવવાનું શરૂ કર્યું
• ૧૯ નવેમ્બર ૨૦૨૧ - વડા પ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter