જપ્ત સંપત્તિના બદલામાં લોન ચુકવણીની કોઈ ઓફર કરી નથીઃ માલ્યા

Thursday 05th July 2018 07:30 EDT
 
 

નવી દિલ્હીઃ વિજય માલ્યાએ પોતાની જપ્ત સંપત્તિની સોદાબાજી કરવાનો પ્રયાસ કર્યો હતો તેવા ઇડીએ એક રિપોર્ટના આધારે કરેલા દાવાનું વિજય માલ્યાએ ખંડન કર્યું હતું. માલ્યાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવા નિવેદનો આપતા પહેલા અધિકારીઓએ ઇડીની ચાર્જશીટ યોગ્ય રીતે વાંચી લેવી જોઇએ.

સામાન્ય રીતે અમેરિકા અને બ્રિટનમાં કેટલીક છુટછાટોની સામે આવી સોદાબાજી થાય છે. જોકે, ભારતમાં એવું નથી થતું. ઇડીના અધિકારીના નિવેદનને નકારતા માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સાથે હું ઇડીને એ પણ કહેવા માગુ છું કે તે કોર્ટમાં આ થીયરીને મારી સામે સાબિત કરી બતાવે.

તાજેતરમાં ઇડીના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે માલ્યાએ બેંક સાથે કૌભાંડ મામલે સોદાબાજીનો પ્રયાસ કર્યો હતો. સાથે જ એવો પ્રસ્તાવ આપ્યો હતો કે ઇડી તેની જપ્ત કરેલી સંપત્તિ પરત આપી દેશે તો તે બેંકોની જે લોન છે તેની પરત ચૂકવણી કરી દેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter