ડે. એન્જિનિયર પર કાદવ ફેંકનાર નિતેશ રાણાની ધરપકડ

Thursday 11th July 2019 06:47 EDT
 

સિંધુદુર્ગઃ મધ્ય પ્રદેશના બેટ કાંડનો વિવાદ શમ્યો નથી ત્યાં મુંબઈ-ગોવા હાઇવે પર વધારે પડતાં ખાડા હોવાથી રોષે ભરાયેલા સ્વાભિમાન પક્ષના વિધાનસભ્ય નિતેશ રાણે અને પક્ષના કાર્યકર્તાઓએ ડેપ્યુટી એન્જિનિયરને ધમકી આપીને એના પર કાદવ ફેંક્યો હતો. એ પછી એને પુલ પર બાંધી દીધો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પ્રકરણે એફઆઈઆર નોંધાયા બાદ નિતેશ રાણે પોલીસના શરણે ગયા હતા. પોલીસે નિતેશ અને તેમના બે કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter