દેખાવકારોએ પણ પ્રતિબંધનો અમલ કરવો પડશેઃ કેજરીવાલ

Wednesday 18th March 2020 07:01 EDT
 

નવી દિલ્હીઃ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૧૬મી માર્ચે જાહેરાત કરી હતી કે કોરોના વાઇરસ અંગે સાવચેતીરૂપે ૩૧ માર્ચ સુધી દિલ્હીમાં જ્યાં પચાસથી વધુ લોકો ભેગા થતાં હોય એવા તમામ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય મેળાવડાને મંજૂરી નહીં અપાય. છેલ્લા ૯૦થી વધુ દિવસોથી શાહીનબાગ અને જામિયા મલિયા ઇસ્લામિયામાં સીએએ વિરુદ્ધ ધરણા ચાલે છે. શાહીનબાગની મહિલાઓએ કહ્યું હતું કે, ધરણામાં બેઠેલી મહિલાઓ અને અન્યોને માસ્ક તેમજ સેનિટાઇઝર્સ અપાય છે અને કોરોનાથી ડરવાની જરૂર નથી. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter