પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન તોડ્યાના પુરાવા જાહેર

Wednesday 10th April 2019 08:28 EDT
 

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનું એકેય એફ-૧૬ વિમાન તોડી પાડ્યું નથી. અમેરિકા અને પાકિસ્તાનના આ દાવાને ભારતે ખોટા પાડ્યા છે. ઇન્ડિયન એરફોર્સે નક્કર પુરાવા સાથે જાહેર કર્યું છે કેે પાકિસ્તાનના એરફોર્સે ૨૭ ફેબ્રુઆરીએ એફ-૧૬નો ઉપયોગ કર્યો હતો અને તેણે આઈએએફ-ના મિગ ૨૧ બાયસને એક એફ-૧૬ને તોડી પાડ્યું હતું અને તે અંગેના પુરાવારૂપે લડાઈની રડાર તસવીરો પણ દર્શાવી છે.

ભારતીય એર વાઈસ માર્શલ આર જી કે કપૂરે સોમવારે મીડિયા સમક્ષ કહ્યું કે વાયુદળે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાની તસવીરો જારી કરી છે. રડાર ઈમેજનું વિશ્લેષણ કરીને કપૂરે કહ્યું હતું કે, તેમાં લાલ નિશાનમાં ત્રણ વિમાન દેખાઈ રહ્યા છે જે પાકિસ્તાનના એફ-૧૬ છે. જમણી બાજુ બ્લુ સર્કલમાં પાઈટલ અભિનંદન વર્ધમાનનું મિગ બાયસન એરફ્રાફ્ટ હોવાનું જણાવ્યું છે. થોડીક જ વખત બાદ લેવાયેલી બીજી તસવીરમાં પાકિસ્તાનનું એક એફ-૧૬ એરક્રાફ્ટ દેખાતું નથી. ખરેખર તો તે નષ્ટ થઈ ચૂક્યું હતું. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter