બુંદેલખંડના કેદારનાથમાં નંદીબાબાનું નિધન

Wednesday 23rd November 2022 07:11 EST
 
 

બુંદેલખંડના કેદારનાથ કહેવાતા જટાશંકર ધામમાં 11 વર્ષથી રહેતા ત્રણ શીંગડા અને ત્રણ આંખવાળા નંદીબાબા (બળદ)નું તાજેતરમાં બીમારીના લીધે નિધન થયું છે. ત્રણ શીંગડા અને ત્રણ આંખના લીધે આ નંદી લોકોની આસ્થાનું કેન્દ્ર હતો. નંદી ઘણા સમયયથી બીમાર હતો અને તેની સારવાર ચાલતી હતી. તેના નિધનથી સમગ્ર જટાશંકર ધામમાં શોકની લહેર દોડી છે. તેના નિધન પછી ધામને બંધ રખાયું હતું. નંદીના અંતિમ સંસ્કાર પૂરેપૂરા વિધિવિધાન સાથે કરાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter