ભાજપને બે વર્ષમાં રૂ. ૯૧૫ કરોડ કોર્પોકેટ ફંડિંગ

Thursday 11th July 2019 06:56 EDT
 

નવી દિલ્હીઃ દેશના ૬ રાજકીય પક્ષોને બે વર્ષમાં રૂ. ૧૦૫૯.૨૫ કરોડ દાનમાં મળ્યાના અહેવાલ છે. તેમાંથી રૂ. ૯૮૫.૧૮ કરોડ એટલે કે ૯૩ ટકા તો કોર્પોરેટ જૂથો અને ઉદ્યોગપતિઓએ આપ્યા છે. આ માહિતી એડીઆરના રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં પક્ષોના ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના આંકડા સામેલ કરાયા છે. તે મુજબ ૨૦૦૪-૦૫થી ૨૦૧૪-૧૫ વચ્ચે મળેલા દાન કરતાં આ રકમ ૧૬૦ ટકા વધુ છે. તેમાં ૨૦ હજારથી વધુ દાન મેળવનારા ૬ પક્ષ ભાજપ, કોંગ્રેસ, એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને ટીએમસીનો સમાવેશ થાય છે. બસપાનો તેમાં સમાવેશ નથી થતો, કારણ કે તેને કોઈએ રૂ. ૨૦ હજારથી વધુનું દાન નથી આપ્યું. સૌથી વધુ રૂ. ૯૧૫.૬ કરોડનું દાન ભાજપને મળ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter