ભારતના ધનાઢયોએ હાથ લંબાવ્યો, પણ સેલિબ્રિટી હાથ ધોતા શીખવે છે

Wednesday 25th March 2020 06:03 EDT
 
 

મુંબઇઃ વડા પ્રધાન મોદી દ્વારા રવિવારે જનતા કરફ્યૂની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અનેક યૂઝરો ભારતના અમીરોથી સેલિબ્રિટીસને એ સવાલ પૂછી રહ્યા છે કે તમે લોકો શું કરી રહ્યા છો? દેશમાં માત્ર મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા અને અનિલ અગ્રવાલે મદદનો હાથ લંબાવ્યો છે. રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીએ કોરોના માટે જ ખાસ હોસ્પિટલની વ્યવસ્થા કરી છે તો સાથોસાથ દરરોજ એક લાખ માસ્કનું ઉત્પાદન શરૂ કરાવ્યું છે. અંબાણીએ સેવનહિલ્સ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ૧૦૦ બેડની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત આનંદ મહિન્દ્રા અને અનિલ અગ્રવાલ સિવાય હજુ સુધી કોઇ ઉદ્યોગપતિ, સેલિબ્રિટી કે કોઇ સંસ્થા આ કામમાં આર્થિક મદદ કરવા આગળ આવી નથી. દુનિયાભરના ખેલાડીઓ પણ દાન કરી રહ્યા છે, ત્યારે સચિન કે કોહલી કે રોહિતથી માંડીને પીવી સિંધુ સુધીના ખેલાડીઓ હાથ કઇ રીતે ધોવાય તેનો વીડિયો બનાવી રહ્યા છે. પણ હજુ સુધી કોઇએ દાનની જાહેરાત કરી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter