ભારત હુમલો કરી શકેઃ પાકિસ્તાન

Wednesday 10th April 2019 08:32 EDT
 

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ કુરેશીએ રવિવારે દાવો કર્યો હતો કે, ૧૬થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલાની યોજના બનાવી રહ્યું છે. કુરેશીએ કહ્યું હતું કે, આ હુમલાનો યોગ્ય ઠેરવવા ભારત કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. તેમના પહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પહેલાં ભારત હુમલો કરી શકે છે.
પાક. વિદેશ પ્રધાન કુરેશીના નિવેદનને બેવકુફીભર્યું અને બેજવાબદાર ગણાવતાં ભારતે કહ્યું છે કે, પાકિસ્તાન મુદ્દા ભટકાવે નહીં અને આતંકવાદીઓ સામે પગલાં ભરે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter