રાહુલ ગાંધીને પટના કોર્ટના જામીન

Thursday 11th July 2019 06:43 EDT
 

પટણાઃ બિહારનાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં સાંસદ વિધાનસભ્યો માટેની પટણાની વિશેષ અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં હતા. એક ચૂંટણી રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી અટક ધરાવનારા તમામ ચોર હોય છે. સુશીલ મોદીએ રાહુલ ગાંધીની આ ટિપ્પણી બદલ ૧૮ એપ્રિલે સાંસદ અને વિધાનસભ્યો માટેની વિશેષ અદાલતમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીએ જસ્ટિસ કુમાર ગુંજનની અદાલતમાં પેશ થઈને પોતે નિર્દોષ હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે તેમની સામે થઈ રહેલા આક્ષેપ ખોટા છે. દેશના વિવિધ વિસ્તારમાં રાહુલ ગાંધી સામે દાખલ થયેલા બદનક્ષીના કેસમાં છઠ્ઠીએ ત્રણ જ દિવસમાં રાહુલ ગાંધી બીજીવાર કોર્ટ સમય હાજર થયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter