રૂ. ૩૦૦ કરોડ મુદ્દે ઝડી સુનાવણી કરોઃ ચિદમ્બરમ્

Friday 18th January 2019 02:24 EST
 
 

નવી દિલ્હી: પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ્ ૧૬મીએ સુપ્રીમ કોર્ટમાં બે અલગ અલગ કેસમાં નિરાશા સાંપડી હતી. બન્નેએ તેમના કેસમાં જલદી સુનાવણીની માગણી કરી હતી, પણ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ બન્ને માગ વારાફરતી નકારતાં કહ્યું કે અમારા પાસે તેના કરતા વધારે જરૂરી બીજા કામો પણ છે. સિનિયર એડવોકેટ કે. વી. વિશ્વનાથને કાર્તિના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમને બિઝનેસ માટે વિદેશ જવું છે. મંજૂરી લેવા નવેમ્બરમાં અરજી કરી હતી, પણ અત્યાર સુધી તેના પર સુનાવણી થઈ નથી. તેના પર વહેલી તકે સુનાવણી કરવામાં આવે. ચીફ જસ્ટિસે આ માગ નકારતાં કહ્યું કે અમને તમારા કેસમાં કોઈ ઉતાવળ દેખાતી નથી. પછી ચિદમ્બરમે્ રૂ. ૩૦૦ કરોડના એક વ્યવસાયિક વિવાદમાં જલદી સુનાવણી માગ કરી હતી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે રૂ. ૩૦૦ કરોડ તમારા માટે મોટી રકમ હશે, પણ જજ માટે આ રકમ કરતાં અનેક ગણા મહત્ત્વના કામ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter