વર્ધામાં પેટ્રોલ રેડીને શિક્ષિકાને સળગાવાતાં મોત: દેખાવો

Wednesday 12th February 2020 06:53 EST
 

વર્ધાઃ હિંગણઘાટમાં કોલેજની શિક્ષિકાને પેટ્રોલ રેડીને સળગાવવામાં આવી હતી. શિક્ષિકાએ ૧૦મી ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધાં હતાં. જેથી મૃતકના પરિવાર અને ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. બીજી તરફ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ તાબામાં લેવાની સંબંધીઓએ ના પાડી હતી. છેવટે ગૃહ પ્રધાન દ્વારા ફોન પર ચર્ચા કર્યા બાદ અને જરૂરી કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ મૃતક શિક્ષિકાના અંતિમ સંસ્કાર થયા હતા.
શિક્ષિકાના મૃત્યુ પછી રોષે ભરાયેલા લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસ પર પથ્થરમારો કરાયાનું કહેવાય છે. પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હિંગણઘાટમાં સ્કૂલ, કોલેજ, માર્કેટ બંધ રાખી ૧૦મીએ મૃતક શિક્ષિકાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter