વર્ષના અંત સુધીમાં ભારતમાં બધા પુખ્ત વયનાને રસી મળી જશે

Wednesday 09th June 2021 06:42 EDT
 
 

નવી દિલ્હી: કેટલાક રાજ્યો રસીની અછતની ફરિયાદો કરી રહ્યા છે એવામાં ભારત સરકારના સુત્રોએ દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના બધા જ પુખ્ત વયના લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવશે. જે માટે આશરે ૧૮૭ કરોડ રૂપિયાના ડોઝની જરૂર રહેશે.
સરકારી સુત્રોએ દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશની ૯૪ કરોડ વસતી સુધી કોરોનાની રસી પહોંચાડી દેવામાં આવશે. જેટલા પણ ૧૮ વર્ષથી વધુ વયના પુખ્ત લોકો છે તેમને કોરોનાની રસી આપી દેવાશે. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં ભારત પાસે ૫૩.૬ કરોડ ડોઝ હશે. જ્યારે ઓગસ્ટ-ડિસેમ્બરમાં સપ્લાય ૧૩૩.૬ કરોડ સુધી પહોંચી જશે.
હાલ વધુ પ્રમાણમાં કંપનીઓ કોરોનાની રસીના ઉત્પાદન માટે ઉત્સાહિત છે. વિદેશી કંપનીઓ ફાઇઝર અને મોડર્ના તેમજ જોન્સન એન્ડ જોન્સન સાથે ભારત રસીની આયાત માટે વાતચીત કરી રહ્યું છે. જેની મંજૂરી મળી ગયા બાદ રસીકરણ અભિયાન વધુ તેજ બનશે કેમ કે રસીઓની સંખ્યા પણ વધી જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter