વારાણસીમાં ફ્લાયઓવરના બે સ્લેબ તૂટી પડતાં ૧૮નાં મોત

Wednesday 16th May 2018 08:08 EDT
 
 

વારાણસી: કેન્ટ સ્ટેશન પાસે આવેલા ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યારે મંગળવારે બે પિલ્લર અચાનક તૂટી પડતાં આ ઘટનામાં ૧૮થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. આશરે ૫૦થી વધુ લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા.
૬ કાર અને એક બસ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આશરે ૬ કાર અને એક બસ કાટમાળમાં દટાઈ ગઈ હતી. વારાણસીનો આ વિસ્તાર અત્યંત ભીડવાળો હોય છે. અહીં આ ઘટના બનાવાના કારણે તંત્ર પર અનેક સવાલો ઊઠી રહ્યાં છે. આ ફ્લાયઓવરનું બાંધકામ ૨૦૧૬થી શરૂ કરાયું હતું. ઉત્તર પ્રદેશના પોલીસ ડીજીપી ઓપી સિંહે કહ્યું કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અકસ્માતમાં બચાવ માટે તુરંત રવાના કરાઈ હતી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક પ્રગટ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી