વિદેશી ગાય ગૌમાતા નહીં પણ આંટી છે, ભારતીય ગાયના દૂધમાં સોનુંઃ ભાજપ નેતા દિલીપ ઘોષ

Friday 08th November 2019 07:32 EST
 

બર્દવાનઃ પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે છઠ્ઠી નવેમ્બરે દાવો કર્યો કે, ભારતની ગાયો જે દૂધ આપે છે તેમા સોનું હોય છે. વિદેશી ગાય ગૌમાતા નહીં પણ આંટી છે. આપણા દેશની ગાયોના દૂધમાં ખાસિયત છે. અહીંયાના દૂધમાં સોનું હોય છે, જેના કારણે અહીંયાના દૂધનો રંગ સોનેરી હોય છે. ઘોષે કહ્યુ કે, કેટલાક બુદ્ધિજીવી રસ્તા પર બીફ ખાય છે. હું તેમને કહેવા માગુ છું કે તેઓ ડોગ મીટ પણ ખાય. તે લોકો ગમે તે પ્રાણીનું માંસ ખાશે તો પણ તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તેઓ પોતાના ઘરે ખાય, રસ્તા પર નહીં.

ગાય આપણી માતા છે. આપણે ગાયનું દૂધ પીને જીવતા રહીએ છીએ. તેથી જો કોઇ મારી માતા સાથે ગેરવર્તણૂક કરે તો હું તેમની સાથે એવો જ વ્યવહાર કરીશ, જેઓ મા સાથે ખરાબ વર્તન કરનારા સાથે કરવો જોઇએ. ભારતની પવિત્ર ધરતી પર ગાયોની હત્યા કરવી અની બીફ ખાવું ગુનો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter