સુશાંત ડ્રગ્સ કેસઃ રિયા સહિત ૩૩ સામે ૧૨ હજાર પાનાંની ચાર્જશીટ

Tuesday 09th March 2021 06:15 EST
 
 

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ સાથે સાંકળાયેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ગયા શુક્રવારે મુંબઈની સ્પેશિયલ એનડીપીએસ અદાલતમાં ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં એનસીબી દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત ૩૩ આરોપીઓ સામે આરોપ મૂકવામાં આવ્યા છે.
એનસીબીના વડા સમીર વાનખેડે જાતે ચાર્જશીટ રજૂ કરવા માટે અદાલત પહોંચ્યા હતા. એનસીબીએ અદાલતમાં ૧૨,૦૦૦ પાનાની હાર્ડ કોપી અને ૪૦,૦૦૦ પાનાંની સોફ્ટ કોપી ફાઈલ કરી છીએ. ચાર્જશીટમાં રિયા અને શૌવિક ઉપરંત દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાન્ડા, ક્ષિતિજ પ્રસાદના નામ પણ સામેલ છે. આ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડ્રગ પેડલરો, સપ્લાયરો અને રિયાના નિકટના લોકોના નામ પણ સામેલ છે. એનસીબીએ દાખલ કરેલી દળદાર ચાર્જશીટમાં ૨૦૦ કરતાં વધુ સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter