નવી દિલ્હીઃ સ્વીડનની સા’બ કંપનીને દેશમાં ડિફેન્સ સેક્ટરમાં સૌપ્રથમ એફડીઆઈ મળ્યું છે. આ કંપની હરિયાણામાં પોતાની ફેક્ટરી નાખે તેમ માનવામાં આવે છે. અહીં વિશ્વની સૌથી ખતરનાક એન્ટિ ટેન્ક શસ્ત્રો બનાવવામાં આવશે. આ શસ્ત્રનું નામ છે કાર્લ ગુસ્તાફ એમ-4 છે. આમ તો તે છે રોકેટ લોન્ચર, પણ તેને રાઈફલ કહેવાય છે. આ શસ્ત્ર ભારતમાં બનતા કેટલાય પ્રકારના ફાયદા થશે.
કાર્લ ગુસ્તાક એમ-4 રિકોઈલલેસ રાઇફલ છે. તેની વેપન સિસ્ટમને સા’બની નવી પેટા કંપની સા’બ એફએફવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બનાવશે. આ કંપની પહેલી વખત સ્વીડનની બહાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. કંપનીના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગોર્જન જહોન્સને જણાવ્યું છે કે અમે કાર્લ ગુસ્તાક એમ-૪ રોકેટ લોન્ચર ટેકનોલોજી ભારતને આપીશું. તેના હેઠળ ભારતમાં બનનારું પ્રથમ શસ્ત્ર 2024માં તૈયાર થશે.
ભારતીય લશ્કરે પહેલેથી જ કંપનીના એમોર વેરિયન્ટ મંગાવી રાખ્યા છે. ભારતના પ્રોડકશનનો મોટો હિસ્સો પહેલા ભારતીય લશ્કરને અને અર્ધલશ્કરી દળને મળશે. તેના પછી સ્વીડનમાં આ શસ્ત્રો અંગે ડીલ કરવામાં આવશે.
કાર્લ ગુસ્તાક એમ-4 રાઇફલ ખભા પર મૂકીને ચલાવી શકાય તેવું શસ્ત્ર છે. તેના ચાર વેરિયન્ટ છે. એમ-1ને 1946માં બનાવવામાં આવ્યું હતું. એમ-ટુને 1964માં બનાવાયું હતું. એમ-3ને 1986માં બનાવાયું હતું. ભારતીય લશ્કર પાસે તેના વેરિયન્ટ પહેલેથી જ છે. એમ- 3ને ભારતમાં એમ્યુનિશન ઇન્ડિયા લિમિટેડ અને એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ મળીને બનાવે છે. ભારતની ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ કાર્લ ગુસ્તાફ એમ-3ને ભારતમાં બનાવે છે. તેની રેન્જ 1,200 મીટર છે. તેનું ઉત્પાદન ભારતમાં જારી રહેશે.
કાર્લ ગુસ્તાફ એમ-4 વર્ઝન 2014માં બનાવાયું છે. તે વિશ્વના અત્યાધુનિક રોકેટ લોન્ચરોમાં એક છે. તેનું વજન 6.6 કિલોગ્રામ છે, લંબાઈ 37 ઈંચ છે, તેને ચલાવવા બે જણની જરૂર પડે છે. એક ગનર અને બીજો લોડર. તેમાં 84 એમએમ વ્યાસ અને 246 ફૂટ લાંબુ રોકેટ લાગે છે. તે એક મિનિટમાં છ રાઉન્ડ છોડી શકે છે. રોકેટ લોન્ચરમાંથી છોડાયા પછી તેના ગોળા પ્રતિ સેકન્ડ 840 ફૂટની ઝડપે આગળ વધે છે. જો દુશ્મન ચાલતીફરતી ગાડીમાં છે તો તેની સટીક રેન્જ 400 મીટર છે.
જો ગાડી ઊભી હોય તો રેન્જ 500 મીટર છે. સ્મોક અને હાઇ એક્સ્પ્લોઝિવ ગોળાનો ઉપયોગ કરવામાં આવે છે તો રેન્જ 1000 મીટર છે. રોકેટ બ્રેસ્ટેડ લેઝર ગાઈડેડ શસ્ત્ર નાખીએ તો ગોળો 2000 ફૂટ સુધી દૂર જાય છે. એમ-4માં દસ પ્રકારના શસ્ત્ર લગાવી શકાય છે. આમ એક જ વેપન સિસ્ટમ દ્વારા દુશ્મન પર દસ પ્રકારના શસ્ત્રો વડે હુમલો કરી શકાય છે.