હાર્વર્ડ જતા શાહ ફૈઝલને રોકવા મુદ્દે હાઈ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માગ્યો

Thursday 22nd August 2019 06:43 EDT
 

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ અને પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા એ મુદ્દે દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં થનારી સુનાવણીમાં કેન્દ્ર સરકારે જવાબ આપવાનો રહેશે. ૧૪ ઓગસ્ટે શાહ ફૈઝલને એરપોર્ટ રોકવામાં આવ્યા હતા અને પોલીસે અટકમાં લીધા હતા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જઈ રહ્યા હતા. તેમને શ્રીનગરમાં એક અસ્થાયી અટકાયતી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. આ મુદ્દે શાહ ફૈઝલે કોરટમાં અરજી કરી હતી અને એથી હાઇ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter