૨૦૦૦ની નોટ બંધ થશે?

Thursday 13th February 2020 07:08 EST
 

નવી દિલ્હીઃ એક જાહેરક્ષેત્રની બેંકના ઈ-મેઈલથી રૂ. ૨૦૦૦ની નોટ બંધ થાય એવી ચર્ચા શરૂ થઈ છે. બેંકે કર્મચારીઓને સૂચના આપી છે કે, રૂ. ૨૦૦૦ની નોટો એટીએમમાં ન નાંખશો અને રોકડ રકમ ઉપાડતાં ગ્રાહકોને પણ રૂ. ૨૦૦૦ની નોટ આપતા નહીં. જોકે ગ્રાહકો જમા કરાવે તો લઈ લેવાનું એમાં સૂચન છે. જેથી એક બિઝનેસ વેબસાઈટના અહેવાલમાં દાવો કરાયો છે કે ખાનગી ક્ષેત્રની બેંકે તેમના ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે એટીએમમાં રૂ. ૨૦૦૦ની નોટો ઈન્સ્ટોલ ન કરાવશો. અહેવાલ પ્રમાણે બેંકે ઈ-મેઈલ કરીને અધિકારીઓને જણાવ્યું છે કે ગ્રાહકો રૂ. ૨૦૦૦ની નોટ જમા કરાવે તો લઈ લેવાની છે, પરંતુ કોઈ ગ્રાહકોને રોકડ સાથે ૨૦૦૦ની નોટ ન આપવી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter