૫૦૦૦ કિ.ગ્રા. ખીચડીનો વર્લ્ડ રેકોર્ડ

Thursday 10th January 2019 02:01 EST
 
 

દિલ્હી: ભાજપ દ્વારા પછાત વર્ગોના લોકો માટે એક ‘ભીમ મહાસંગમ’ કાર્યક્રમનું આયોજન તાજેતરમાં કરાયું હતું. જેમાં કાર્યક્રમમાં હાજર લોકોને જમાડવા માટે ૫,૦૦૦ કિલોગ્રામની ‘સમસ્ત ખીચડી’ તૈયાર કરાઇ હતી. જે એક જ વખતે આટલા મોટા પ્રમાણમાં તૈયાર ખીચડીનો એક વર્લ્ડ રેકોર્ડ છે. આ ખીચડી તૈયાર કરવા માટે ૪૦૦ કિલોગ્રામ ચોખા, ૧૦૦ કિલોગ્રામ દાળ, ૩૫૦ કિલોગ્રામ શાકભાજી, ૧૦૦ કિલોગ્રામ દેશી ઘી, ૧૦૦ લીટર તેલ, ,૫૦૦ લીટર પાણી અને ૨૫૦ કિલોગ્રામ મસાલાનો ઉપયોગ કરાયો હતો. કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન, થાવરચંદ ગહેલોત સહિત ભાજપના નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter