૬૨ વર્ષના ભાગેડુ વિજય માલ્યા ગર્લફ્રેન્ડ સાથે ત્રીજા લગ્ન કરશે?

Friday 30th March 2018 06:48 EDT
 
 

લંડનઃ ભારતની બેન્કો સાથે ૯ હજાર કરોડનું ફ્રોડ કરીને લંડન ભાગી આવેલા લીકરકિંગ વિજય માલ્યા ફરી ચર્ચામાં છે. માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ, તેઓ બીજા કારણે ચર્ચામાં છે. માલ્યા તેમની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે તેવી વાત ચર્ચામાં છે. આ તેમના ત્રીજા લગ્ન હશે. પિન્કી લાલવાણી નામની તેમની આ ગર્લફ્રેન્ડ ૨૦૧૬ની બીજી માર્ચે તેમની સાથે જ લંડન ભાગી હતી.

હાલ માલ્યા અને પિન્કી લિવ ઇન રિલેશનશિપમાં છે. બન્નેએ તાજેતરમાં આ રિલેશનશિપની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી. માલ્યા ભારતમાં હતા ત્યારે પણ લંડન જતા તે સમયે પિન્કી હંમેશા તેમની સાથે રહેતી હતી. માલ્યાએ પહેલા લગ્ન સમીરા તૈયબજી સાથે કર્યા હતા અને ત્યાર બાદ રેખા માલ્યા સાથે બીજા લગ્ન કર્યાં હતાં.

માલ્યાના સારા-ખરાબ સમયમાં પિન્કી તેમની સાથે જ રહી છે. માલ્યા સામે લંડનમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન પણ તે માલ્યાની સાથે જ જોવા મળતી હોય છે. તે એક સમયે માલ્યાની કિંગફિશર એરલાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ હતી. પછી ધીમે ધીમે બન્ને વચ્ચે મિત્રતા થઈ. પિન્કી કિંગફિશરની એડમાં પણ જોવા મળી ચૂકી છે. માલ્યાની ઘણી પાર્ટીઓમાં ગેસ્ટને હોસ્ટ કરતી પણ જોવા મળી છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી