નામ બડે ઔર દર્શન ખોટેઃ મહાનુભાવોની મહાગેરરીતિ

Friday 08th October 2021 04:13 EDT
 
 

નવી દિલ્હીઃ પહેલાં પનામા પેપર્સ, પછી પેરેડાઇઝ પેપર્સ અને હવે પેન્ડોરા પેપર્સ. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) ફરી એક વખત વિશ્વભરના અગ્રણી હસ્તીઓની આર્થિક ગેરરીતિઓને ખુલ્લી પાડી છે.
જેમાં નાદારીના આરે પહોંચેલા ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી માંડીને ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેન્ડુલકર, અભિનેતા જેકી શ્રોફ સહિત ૩૮૦ ભારતીય ધનકુબેરો ઉપરાંત બ્રિટન, રશિયા, પાકિસ્તાન, મેક્સિકો વગેરે દેશોના ૧૩૦થી વધુ બિલિયોનેર, સેલિબ્રિટીઝ તેમજ સ્પોર્ટસ પર્સન્સના કાળાં કરતૂતોનો સમાવેશ થાય છે. આમાં ભારતનાં પાંચ રાજકારણીઓનાં નામ પણ સામેલ છે, પણ તે જાહેર કરાયા નથી.
આ દસ્તાવેજો દર્શાવે છે કે પનામા પેપર્સમાં બેનામી આર્થિક વ્યવહારો જાહેર થઇ ગયા પછી વિશ્વભરની અગ્રણી હસ્તીઓએ કાળું નાણું અને એસેટ્સને સ્ક્રૂટિનીમાંથી બચાવવા નવા વિકલ્પો શોધી કાઢ્યા છે. ઓફશોર ટેક્સ હેવન્સમાં નોંધાયેલી ૧૪ ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપનીઓના ૧.૨ કરોડ દસ્તાવેજોમાં નોંધાયેલી ૨૯ હજાર વિદેશી કંપનીઓ અને ટ્રસ્ટની માલિકીની વિગતો હજારો ધનવાનોની કરમ કુંડળીનું રહસ્ય છતું કરે છે. મોટાભાગનાં લોકોએ બોગસ કંપનીઓ, વિદેશી બેન્ક એકાઉન્ટ્સ, રિઅલ એસ્ટેટ્સ, અન્ય પ્રોપર્ટી તેમજ યોટ અને વિમાનોમાં બેનામી પૈસાનું મૂડીરોકાણ કર્યું છે.
ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ દ્વારા બે વર્ષ પહેલાં આ ડેટા મેળવાયો હતો. જોકે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે ભારત સાથે સંકળાયેલા ડેટાની એક વર્ષ સુધી ચકાસણી કર્યા પછી જાણીતી હસ્તીઓ અને કંપનીઓ એસેટ્સ છુપાવવા કેવી રીતે કાયદાની છટકબારી અને ટેક્સ હેવન દેશોનો ઉપયોગ કરે છે તેનો ખુલાસો કરાયો છે.
જેમ કે, બ્રિટનની એક કોર્ટમાં નાદારી કરનાર અનિલ અંબાણી - પેન્ડોરા પેપર્સની વિગત અનુસાર - ૧૮ વિદેશી કંપનીઓમાં એસેટ્સ ધરાવે છે. તો ભાગેડુ નીરવ મોદીની બહેન પૂર્વી મોદી તેના ભાઇ નીરવની દેશમાંથી એક્ઝિટના એક મહિના પૂર્વે જ ટ્રસ્ટની રચના કરે છે.
ભારતની અગ્રણી ફાર્મા કંપની બાયોકોનના પ્રમોટર કિરણ મઝુમદાર શોના પતિ ‘સેબી’એ જે વ્યક્તિ પર ઇનસાઇડર ટ્રેડિંગના ગુના બદલ પ્રતિબંધ ફરમાવ્યો છે તેની સાથે મળીને ટ્રસ્ટ બનાવે છે. આવા તો અનેક ખુલાસા ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ની તપાસમાં કરાયા છે. પેન્ડોરા પેપર્સમાં ૩૦૦થી વધુ ભારતીયોના નામ છે. જેમાંથી ૬૦ જેટલી અગ્રણી હસ્તીઓ અને કંપનીની તપાસ કરવામાં આવી હતી. આ વિગતો આગામી દિવસોમાં જાહેર કરાશે.

ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સ પછી ધનકુબેરોએ કાળા નાણાંને છુપાવવાના વિકલ્પો શોધી કાઢ્યા હતા. ભારતીય સત્તાવાળાએ પણ ૨૦૨૧ના પ્રારંભિક અરસામાં જ રૂ. ૨૦ હજાર કરોડથી વધુની જાહેર નહીં કરાયેલી વિદેશી અને સ્થાનિક એસેટ્સ પકડી પાડી હતી.
આ વખતે પેન્ડોરા પેપર્સે પર્દાફાશ કર્યો છે તે મુજબ, ભારતના સ્પોર્ટ્સ આઇકન સચીન તેન્ડુલકરે પનામા પેપર્સના ખુલાસા પછી માત્ર ત્રણ મહિનામાં તેની બ્રિટિશ વર્જિન આઇલેન્ડસ (બીવીઆઇ) ખાતેની કંપનીના વેચાણની તૈયારી કરી હતી.
યાદીમાં અન્ય જાણીતી હસ્તીઓ અને એનઆરઆઇના નામ પણ છે. ૨૦૧૬ના ડેટા લીક પછી આ તમામ લોકોએ વિદેશી એસેટ્સના રિસ્ટ્રકચરિંગનો વિકલ્પ પસંદ કર્યો હતો. એક ભારતીય બિઝનેસમેને તો તેની સંપત્તિ અને એસેટ્સ લેણદારોથી બચાવવા માટે ઘણા વિદેશી ટ્રસ્ટની રચના કરી છે.
આર્થિક ગુનાઓના આરોપી અને તપાસ ચાલુ હોય તેવા લોકોએ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ કે પનામા જેવા મોટા ટેક્સ હેવન્સ ઉપરાંત સામોઆ, બેલિઝ કે કૂક આઇલેન્ડ્સમાં વિદેશી નેટવર્ક ઊભું કર્યું છે. યાદીમાં રાજકીય જગત સાથે સંકળાયેલી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં આવા લોકોમાં ભૂતપૂર્વ સંસદ સભ્યોનો સમાવેશ થાય છે. અન્ય લોકો સંવેદનશીલ ચીજોના વેપાર અથવા સંવેદનશીલ દેશો સાથેના વેપારમાં સંકળાયેલા છે. લિસ્ટમાં એવા પણ લોકો સામેલ છે. જેમની પર ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા ગુનો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સે પર્દાફાશ કર્યા પછી ધનકુબેરોએ કાળા નાણાંને છુપાવવાના વિકલ્પો શોધી કાઢ્યા હતા.
ભારતીય સત્તાવાળાએ પણ ૨૦૨૧ના પ્રારંભિક અરસામાં જ રૂ. ૨૦ હજાર કરોડથી વધુની જાહેર નહીં કરાયેલી વિદેશી અને સ્થાનિક એસેટ્સ પકડી પાડી હતી.
આ વખતે પેન્ડોરા પેપર્સે કાળા કારનામાનો પર્દાફાશ કર્યો છે તે મુજબ, ભારતના સ્પોર્ટ્સ આઇકન સચીન તેન્ડુલકરે પનામા પેપર્સના ખુલાસા પછી માત્ર ત્રણ મહિનામાં તેની બ્રિટિશ વર્જિન આઇલેન્ડસ (બીવીઆઇ) ખાતેની કંપનીના વેચાણની તૈયારી કરી હતી.
આ વખતની યાદીમાં અન્ય જાણીતી હસ્તીઓ અને એનઆરઆઇના નામ પણ જોવા મળી રહ્યા છે.
૨૦૧૬ના ડેટા લીક પછી આ તમામ લોકોએ વિદેશી એસેટ્સના રિસ્ટ્રકચરિંગનો વિકલ્પ પસંદ કર્યો હતો. એક ભારતીય બિઝનેસમેને તો તેની સંપત્તિ અને એસેટ્સ લેણદારોથી બચાવવા માટે ઘણા વિદેશી ટ્રસ્ટની રચના કરી નાંખી હોવાનું બહાર આવ્યું છે.
આર્થિક ગુનાઓના આરોપી અને તપાસ ચાલુ હોય તેવા લોકોએ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ કે પનામા જેવા મોટા ટેક્સ હેવન્સ ઉપરાંત સામોઆ, બેલિઝ કે કૂક આઇલેન્ડ્સમાં વિદેશી નેટવર્ક ઊભું કર્યું છે.
યાદીમાં રાજકીય જગત સાથે સંકળાયેલી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં આવા લોકોમાં ભૂતપૂર્વ સંસદ સભ્યોનો સમાવેશ થાય છે.
તો વળી બીજા લોકો સંવેદનશીલ ચીજોના વેપાર અથવા સંવેદનશીલ દેશો સાથેના વેપારમાં સંકળાયેલા છે. લિસ્ટમાં એવા પણ લોકો સામેલ છે. જેમની પર ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter