વીતેલું વર્ષ ૨૦૧૮ઃ ગુજરાત

Friday 04th January 2019 06:04 EST
 
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઈઝરાયેલની મુલાકાત લીધીઃ કૃષિ તથા ઈનોવેશન ક્ષેત્રે પરસ્પર સહયોગ માટે કરાર કર્યાં. રૂપાણીએ ઇન્ડિયન હોસ્પિસ તથા યાડ વાશેમની મુલાકાત લીધી.
 

જાન્યુઆરી

• ભાજપ સરકારની રચનાઃ વિજય રૂપાણી મુખ્ય પ્રધાન, નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન
• પાકિસ્તાની જેલમાંથી ૧૪૪ ભારતીય માછીમારોની વતન વાપસી
• સુરતમાં પી. પી. સવાણી દ્વારા ૨૫૧ દીકરીઓનું કન્યાદાન
• દોડ-ઝડપી ચાલમાં ૭૮ વર્ષીય ભાનુમતિબહેનને સુવર્ણચંદ્રક
• પ્રાંસલા રાષ્ટ્રકથા શિબિરમાં આગઃ ૨૨ ઘાયલ
• વિશ્વ હિન્દુ પરિષદના ડો. પ્રવીણ તોગડિયા સવારે ગુમઃ રાત્રે અર્ધબેભાન મળ્યા
• ગુજરાતમાં ‘પદ્માવત’ની રિલીઝ અટકી
• અમદાવાદથી મસ્કત ડાયરેક્ટ ફ્લાઈટનો આરંભ
• ચારુતર વિદ્યામંડળના ચેરમેનપદે ભીખુભાઈ પટેલઃ સી. એલ. પટેલની ૨૪ વર્ષ બાદ હાર

ફેબ્રુઆરી

• મહેસાણાની વિદ્યાર્થિનીઓ ધાર્મિ અને રાજવી પટેલે કેળના રેસામાંથી સેનેટરી પેડ બનાવ્યા
• ગઝલકાર જલન માતરીનું અવસાન
• સુરતમાં બિટકોઈનના રૂ. ૧૨૦ કરોડના વ્યવહારો મળ્યા
• જાણીતાં લેખિકા અને ઇતિહાસકાર-પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનાં પત્ની ડો. આરતી પંડ્યાનું નિધન
• ‘નીટ’ની પરીક્ષામાં રાજકોટનો રચિત અગ્રવાલ પ્રથમ
• મિત્ર ગિરીશ પટેલના હત્યારા અશ્વિન પટેલની વીસ વર્ષે ધરપકડ
• કવિ નિરંજન ભગતનું ૯૨ વર્ષની વયે નિધન
• અમેરિકી નાગરિકોને છેતરતું કોલ સેન્ટર પકડાયુંઃ ચાર ઝડપાયા
• પારસી થિએટરના કલાકાર મહેરનોશ કરંજિયાની વિદાય
• લંડન-ઓસ્ટ્રેલિયાના દાતાઓના સહયોગથી સૌરાષ્ટ્રમાં શાળાનું નવનિર્માણ
• ગણપત યુનિવર્સિટીના સ્થાપક અને પૂર્વ ઉદ્યોગ પ્રધાન અનિલ પટેલનું અવસાન

માર્ચ

• પદ્મવિભૂષણ આગાખાને ગુજરાતની મુલાકાત લીધી
• ભાવનગરના ઉમરાળા પાસે જાનૈયાઓની ટ્રક નદીમાં ખાબકીઃ ૩૧નાં મોત
• યુકેના કચ્છી ગ્રુપે યોજેલી સાયકલેથોનથી એકત્રિત રૂ. ૯૦ લાખ દાન દ્વારા અનાથ બાળકોની મદદ
• માંડવીના બે ખલાસીની ઈરાનની જેલમાંથી મુક્તિ
• ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે અમિત ચાવડા
• ભુજ સ્વામીનારાયણ મંદિરના ૮૨ વર્ષીય સંત વિશ્વજીવનદાસજી અક્ષરનિવાસી
• પાકિસ્તાન મરિન દ્વારા ૧૪ બોટ અને ૭૬ માછીમારોનાં અપહરણ

એપ્રિલ

• વિશ્વ હિંદુ પરિષદના ડો. પ્રવીણ તોગડિયાને પદ પરથી હટાવાયા
• કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના પ્રભારી
• ‘પાવર ઓફ એટર્ની’ દ્વારા વિદેશવાસીઓ પર જમીન વેચાણ પર પ્રતિબંધ
• અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરપદેથી કે. રત્નમનું રાજીનામું
• એનઆરઆઈ દંપતી હિતેનભાઈ અને સરલાબહેન પટેલની યુવાજાગૃતિ માટે દાંડીકૂચ
• કચ્છમાં ૪.૮ની તીવ્રતાના ૧૪થી વધુ આંચકાઃ સૌરાષ્ટ્રમાં પણ ધ્રુજારીની અસર
• મૃત્યુના ૮૫ વર્ષ પછી શ્યામજી કૃષ્ણવર્માને બ્રિટન દ્વારા ફરી વકીલાતનું લાઈસન્સ!

મે

• ભરૂચમાં ૩૦૦થી વધુ દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
• જૈન ફિલોસોફીમાં શ્રદ્ધા ધરાવતા ૧૨૦૦ જાપાનીઝે શાકાહાર અપનાવ્યો
• ઊનાકાંડના પીડિત સહિત ૫૭ દલિતોનો બૌદ્ધ ધર્મ અંગીકાર
• જામનગરમાં પ્રખ્યાત વકીલ કિરીટ જોશીની હત્યા
• બિટકોઈન કૌભાંડમાં કિરીટ પાલડિયાની ધરપકડ
• બન્નીના મોરચંગ વાદક સામત પઠાણનું અવસાન
• રૂ. ૩૫૦૦ કરોડનો મગફળીનો જથ્થો સરકારી ગોદામમાં સળગ્યો
• ૩૦ વર્ષથી લિવ ઈનમાં રહેતા ૩૦ આદિવાસી યુગલનાં લગ્ન
• ઉમરેઠના નારાયણ જ્વેલર્સનું રૂ ૧૫૦ કરોડમાં ઉઠમણું
• ગોધરાકાંડઃ ઓડમાં ૨૩ને જીવતા સળગાવવાના કેસમાં ૧૯ દોષિત

જૂન

• ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી અહેમદ લંબુ ઝડપાયો
• ભદ્રેશ મહેતાએ લોકોની મિલકતો મોર્ગેજ કરી લોન આપવાની લાલચે કુલ રૂ. ૧૦૮૦ કરોડની છેતરપિંડી આચરી
• વડનગરમાંથી બે મીટરનો વ્યાસ ધરાવતું દિશાસૂચક યંત્ર મળ્યું
• એનઆરઆઈ માટે ૪૮ કલાકમાં લગ્ન નોંધણી ફરજિયાત
• જાણીતા લેખક બકુલ બક્ષીનું નિધન

(ક્રમશઃ)
(સંકલનઃ ખુશાલી દવે)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter