અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં નવરાત્રિ આઠમના અનોખા ગરબાનું મહત્ત્વ છે. નવરાત્રિની આઠમના દિવસે બારોટ સમાજના પુરુષો અહીં સ્ત્રીના પહેરવેશમાં ગરબે ઘૂમી માતાજીની માનતા પૂર્ણ કરતા હોય છે. આ પોળમાં આશરે 200 વર્ષ કરતાં પણ વધારે સમયથી આસો નવરાત્રિના આઠમા નોરતે પુરુષો સ્ત્રીના પહેરવેશમાં ગરબા કરવાનું કરવટુ ચાલ્યું આવે છે. કહેવાય છે કે બારોટ સમાજમાં જન્મેલા સદુમાતાએ સમાજને નિર્વંશનો શ્રાપ આપ્યો હતો. આ શ્રાપમાંથી મુક્ત થવા અને માતાજીને મનાવવા માટે બાળકના અવતરણ પછી માતાજીની માનતા પૂરી કરવાની પરંપરાના ભાગરૂપે પુરુષો સ્ત્રીવેશ ધારણ કરીને માતાજીના ચોકમાં ગરબા ગાય છે.