ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા લંડનમાં વિશાળ કાર રેલી

Wednesday 27th March 2019 02:26 EDT
 

લંડનઃ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (આઇઓસી) દ્વારા તાજેતરમાં લંડનના હેસ્ટનમાં મેગા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર યુકેમાંથી ૧૦૦થી વધુ કાર અને આઇઓસીના ૩૦૦ સભ્યોએ ભાગ લીધો હતો.

કાર રેલીમાં ભાગ લેનારાઓએ પશ્ચિમ લંડનથી સેન્ટ્રલ લંડન-પાર્લામેન્ટ સ્કવેર-હાઈડ પાર્ક-ટેવીસ્ટોક સુધી ૩૦૦ માઇલનું અંતર કાપ્યું હતું. લંડનથી તેઓએ ફરી એક વાર બર્મિંગહામના લેસ્ટર, કોવેન્ટી, સ્લો અને ત્યાર પછી લંડનમાં સમાપન કર્યું હતું. મિડલેન્ડ ટીમે સેશનનું આયોજન કર્યું હતું જ્યાં ૬૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

કાર રેલી દરમિયાન આઈઓસીના સભ્યોને લોકોનો જોરદાર પ્રતિસાદ અને આવકાર મળ્યો હતો. એઆઇસીસીના સેક્રેટરી અને આઇઓસીના ઇનચાર્જ હિમાંશુ સી. વ્યાસ, યુકે પ્રેસિડન્ટ કમલ ધાલીવાલ, આઇઓસી યુકે ઇનચાર્જ વિરેન્દ્ર વશિષ્ઠ, પ્રવક્તા સુધાકર ગૌડ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ગુરમિન્દર રંધવા, લંડન પ્રમુખ રસપાલ સંઘા હાજર રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter