એક જ વ્યક્તિ દ્વારા બે મહિલાનું અપહરણ અને બળાત્કાર

Wednesday 01st May 2019 04:51 EDT
 

લંડનઃ એક જ વ્યક્તિએ ૧૨ કલાકના સમયગાળામાં હુમલાના અલગ બનાવોમાં બે મહિલાનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમનું અપહરણ કરીને તેમને કારમાં લઈ ગયો હતો અને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પ્રથમ પીડિતાનું નોર્થ ઈસ્ટ લંડનના ચીંગફર્ડમાંથી ૧૭મીને બુધવારે રાત્રે ૧૨.૩૦ કલાકે અપહરણ કરાયું હતું. બીજી મહિલાનું ૧૨ કલાક બાદ ત્યાંથી થોડા માઈલ દૂર નોર્થ લંડનના એજવેરમાંથી અપહરણ કરાયું હતું. બન્ને મહિલાની વય ૨૦થી ૩૦ વચ્ચેની હતી. તે બન્ને ગુરુવારે બપોરે વોટફર્ડના ઓસ્બોર્ન રોડ પર ઝપાઝપી બાદ શકમંદના સકંજામાંથી ભાગી છૂટી હતી. તેમને સ્પેશિયાલિસ્ટ ઓફિસરો દ્વારા સહાય અપાઈ રહી છે. શકમંદ વ્યક્તિ શ્વેત અને શરીરે મજબૂત હોવાનું જણાવાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter