એશિયન સંસ્કૃતિએ મને પાછી પાડીઃ સાઈરા ખાનને બ્રિટિશ હોવાનો ગર્વ

Wednesday 07th April 2021 03:07 EDT
 
 

લંડનઃ Loose Women કાર્યક્રમની પૂર્વ પેનલિસ્ટ સાઈરા ખાને બ્રિટિશ હોવાનું ગૌરવ દર્શાવવા સાથે દાવો કર્યો છે કે રેસિઝમ કરતાં પણ તેની એશિયન સંસ્કૃતિએ તેને પાછળ રાખી હતી. તેની ક્ષમતાને ઓળખવા બદલ ૫૦ વર્ષીય સાઈરાએ બ્રિટન પર પુષ્પો વરસાવ્યાં હતા. સાઈરાએ સાઉથ એશિયન દેશ પાકિસ્તાનમાંથી વર્કિંગ ક્લાસ ઈમિગ્રન્ટ પેરન્ટ્સના સંતાન હોવાં સાથે તેની પાકિસ્તાની સંસ્કૃતિ વિશે અનુભવો વર્ણવ્યાં હતાં.

ડર્બીશાયરમાં જન્મેલી અને ઉછરેલી સાઈરાએ જણાવ્યું હતું કે ‘મારાં મોટા થવામાં સૌથી મોટો અવરોધ રેસિઝમ રહ્યો ન હતો. નિખાલસપણે જણાવું તો એશિયન મહિલા તરીકે સામનો કરવો પડ્યો તેવાં રંગભેદ કરતાં તો મારાં એશિયન કલ્ચરે મને આગળ વધતાં રોકી હતી.’ તેણે કહ્યું હતું કે ‘રંગ કે જાતિભેદ એકમાર્ગી રસ્તો નથી. મિશ્ર જાતિના બાળક સાથે મિશ્ર લગ્નથી જોડાયેલી સ્ત્રી તરીકે કહું તો પૂર્વગ્રહ બંને પક્ષે છે. માત્ર વ્હાઈટ લોકો રંગવર્ણી લોકોને તિરસ્કારે એમ નથી.’

તેમણે કહ્યું હતું કે ગોરાં લોકો અને તેમના અચેતન પૂર્વગ્રહ વિશે ઘણું કહેવાયું છે. ઘણી એશિયન અને અશ્વેત કોમ્યુનિટીઓએ પણ પોતાના પૂર્વગ્રહોમાં ઝાંખવું જોઈએ અને આ દેશમાં ઓફર કરાતી તકોનો લાભ મેળવવા પરિવર્તન કરવાની પણ આવશ્યકતા છે. આગળ વધવા માટે એશિયન નહિ પરંતુ, બ્રિટિશ સંસ્કૃતિએ તેમને ઉત્તેજન આપ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter