કવિયત્રી-લેખિકા કાન્તાબેન પટેલની યાદમાં ભોજન સમારંભ

Wednesday 11th May 2022 07:20 EDT
 
 

યુગાન્ડામાં શિક્ષણ સાથે કલા-સંગીત-નાટ્યક્ષેત્રે અદભૂત પ્રદાન કરનાર કવિ ન્હાનાલાલનાં દોહિત્રી કાન્તાબેન પ્રભાકાન્ત પટેલને દુનિયામાંથી વિદાય થયે લગભગ એક વર્ષ પૂરું થયું એવા વખતે કાન્તાબેનના પ્રેમાળ પતિ પ્રભાકાન્તભાઇએ મિત્રો-સગાંસહોદરને એમના નિવાસસ્થાને આમંત્રિત કરીને પ્રિયપત્નીની યાદો તાજી કરી અંજલિ આપી હતી. કાન્તાબેન અને પ્રભાકાન્તભાઇને અત્યંત પ્રિય "ગુજરાત સમાચાર" એશિયન વોઇસ'ના તંત્રીશ્રી સી.બી. પટેલ પરિવાર સાથે વર્ષોથી નિકટનો સંબંધ ધરાવે છે એટલે આ પ્રીતિ ભોજનમાં સી.બી. પટેલ સાથે મેનેજિંગ એડિટર કોકિલાબેન પટેલ, ગ્રુપ એડિટર મહેશભાઇ લીલોરિયાને ખાસ આમંત્રિત કર્યા હતા. જાણીતાં કવિયત્રી ભારતી પંકજ વોરાએ પ્રિય કવિ પતિની યાદમાં લખેલી કવિતા "આપણો સંબંધ"નું પઠન કર્યું હતું. ત્યારબાદ કાન્તાબેન લિખિત "સ્મૃિતના સરોવર" પુસ્તકમાંથી વાંચન કર્યું હતું. આ પ્રસંગે ઇન્દુબેન પટેલ, જયશ્રીબેન અને જયેશભાઇ પટેલ, પરિમલ મહેતા, સુભાષભાઈ ગોહિલ, જયંતભાઇ પટેલ, કુસુમબેન પટેલ, ડો. પ્રવિણ પટેલ તેમજ પ્રભાકાન્તભાઇના સ્વજનો અતુલભાઇ, કિરીટભાઇ, શોભનાબેન, કુસુમબેન, અવનીબેન તથા હની અને રીનલ ઉપસ્થિત હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter