કિંગ દ્વારા રિસેપ્શનમાં વ્રજ અને કમલ પાણખણીયાની ઉપસ્થિતિ

કેન્યાની આઝાદીની 60મી વર્ષગાંઠ નિમિત્તે બકિંગહામ પેલેસ ખાતે રિસેપ્શન યોજાયું

Tuesday 07th November 2023 04:00 EST
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા દ્વારા તેમની કેન્યાની સત્તાવાર મુલાકાત અગાઉ કેન્યાની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ નિમિત્તે 24 ઓક્ટોબર, 2023ના રોજ બકિંગહામ પેલેસ ખાતે રિસેપ્શન યોજાયું હતું. વેલકમ ગ્રૂપના ચેરમેન વ્રજ પાણખણીયા અને સીઈઓ કમલ પાણખણીયા બકિંગહામ પેલેસમાં આયોજિત રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઈવેન્ટ પછી કમલ પાણખણીયાએ પોતાની લાગણી દર્શાવતા કહ્યું હતું કે,‘ યુકે અને કેન્યાની કોમ્યુનિટીના આટલા બધા નેતાઓ, અગ્રણીઓ સાથે મિલન-મુલાકાતનો આનંદ અને ખુદ કિંગ સાથે વાતચીત કરવાનો લહાવો અનેરો હતો.’

આ રિસેપ્શનમાં રોયલ કલેક્શન ટ્રસ્ટ દ્વારા કેન્યા સાથે શાહી પરિવારના દીર્ઘકાલીન સંપર્કોને સંબંધિત આઈટમ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં, ક્વીન એલિઝાબેથ દ્વિતીયની 1952માં તાજપોશી કરાઈ તેના થોડા દિવસો પહેલા તત્કાલીન પ્રિન્સેસ એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપની કેન્યા મુલાકાતની તસવીરોનો પણ સમાવેશ કરાયો હતો.

 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter