ક્લેઈમ ફોર્મ ભરવામાં ભૂલ બદલ £૧૦૦નો દંડ

Wednesday 06th February 2019 02:33 EST
 

લંડનઃ ક્લેઈમ ફોર્મ ભરવામાં ભૂલચૂકને લીધે દર વર્ષે NHSના ૪૦૦,૦૦૦થી વધુ દાંતના દર્દીઓને ૧૦૦ પાઉન્ડનો દંડ કરવામાં આવતો હોવાનું નેશનલ ઓડિટ ઓફિસ (NAO) દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બહાર આવ્યું હતું. ‘કડક’ સત્તાવાર નીતિ દ્વારા દર્દીઓને ઈરાદાપૂર્વક પેમેન્ટમાં મુક્તિ મેળવવાના અધિકારથી વંચિત રાખવામાં આવતા હોવાના દાવાને પગલે NAOએ તપાસ શરુ કરી હતી

બ્રિટિશ ડેન્ટલ એસોસિએશને જણાવ્યું હતું કે દર્દીઓ એક્ઝેમ્પશન ક્લેઈમ કરવા માટે ફોર્મ ભરે ત્યારે ખૂબ જટિલ એવા ફોર્મમાં ખોટા ખાનામાં વિગત ભરે એટલે તેમને નિયમિતપણે દંડ કરવામાં આવે છે. તેમાંથી ઘણાં દર્દીઓ યુવાન અથવા વંચિત હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter