ગર્લફ્રેન્ડને અંકુશમાં રાખનાર બોયફ્રેન્ડને છ મહિનાની જેલ

Wednesday 08th August 2018 03:16 EDT
 

લંડનઃ કેર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી ૧૯ વર્ષીય ગર્લફ્રેન્ડ મોલી કનલીફને સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામના ઉપયોગની મનાઈ ફરમાવનારા ૨૪ વર્ષીય બોયફ્રેન્ડ મેથ્યુ બેલીને માન્ચેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી હતી. કોર્ટે તેને પાંચ વર્ષ સુધી કનલીફનો સંપર્ક ન કરવા આદેશ આપ્યો હતો.

મેથ્યુએ મોલીને સ્નેપચેટ પર સેલ્ફી પોસ્ટ ન કરવા પુરુષોને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજીસ ન મોકલવા અને સોશિયલ મીડિયા પર મેસેજીસના અંતે કિસનું સિમ્બોલ ન મૂકવા તાકીદ કરી હતી.

મેથ્યુ નિયમિતપણે કનલીફનો મોબાઈલ ફોન ચેક કરતો હતો અને તેણે કયા કપડા પહેરવા તેની સૂચના આપતો હતો. કનલીફ ઘરે હોય તો તેની સાબિતી માટે ફોટા મોકલવા કહેતો હતો.

ચાર અઠવાડિયાના રોમાન્સ દરમિયાન બેલીએ કનલીફને સંખ્યાબંધ કોલ કર્યા હતા. કેટલીક વખત તો અડધો કલાકમાં ૩૦ કોલ કર્યા હતા. કનલીફ ફોનનો જવાબ ન આપે તો તે તેને છેતરતી હોવાનો ખોટો આક્ષેપ કરતો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter