તમે અત્યારે 'ગુજરાત સમાચાર' વાંચી રહ્યા છો તે કેવું હોવું જોઇએ? માત્ર 'ગુજરાત સમાચાર' જ નહિં પણ અન્ય અખબાર કે મેગેઝીન કેવા હોવા જોઇએ? શું અખબારના ધારાધોરણ, નીતિમત્તા કે સત્યતા હોવા જોઇએ કે નહિં? કદી આપે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરો?...
શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.
"મહારાણીના દેશમાં આપણને રામરાજ છે…. અહીં આપણને દર મહિને-અઠવાડિયે પેન્શન મળે છે, કોઇનું ઓશિયાળુ બનવું ના પડે…દવાખાના-દાકતરની ફી નહિ.. અને મરીએ તો ય શાંતિથી પેટીમાં સૂતાં સૂતાં લકઝરી કારમાં અંતિમયાત્રા થાય” આવું અમે કેટલાય પ્રૌઢ ભાઇ-બહેનો અથવા વૃધ્ધ વડીલોના મોંઢે સાંભળ્યું છે પણ ખરેખર આપણા નિવૃત્ત વડીલો વિસામો લેવાની વયે નિરાંતે આનંદદાયી પળો માણી શકે છે ખરા?!
તમે અત્યારે 'ગુજરાત સમાચાર' વાંચી રહ્યા છો તે કેવું હોવું જોઇએ? માત્ર 'ગુજરાત સમાચાર' જ નહિં પણ અન્ય અખબાર કે મેગેઝીન કેવા હોવા જોઇએ? શું અખબારના ધારાધોરણ, નીતિમત્તા કે સત્યતા હોવા જોઇએ કે નહિં? કદી આપે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરો?...
તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે. ઘણાં પરિવારોમાં તો દીકરાઓ અને તેનો પરિવાર ગજા...
તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે.
આપણામાં કહેવત છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી’ આ કહેવત ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે કે આપણી માતૃભાષાને હંમેશાં આગવું સ્થાન આપવું જોઈએ. પણ હું જોઉં છું કે આપણા ગુજરાતીઓ એને અનુસરતા નથી. બ્રિટનમાં પચરંગી પ્રજા વસે...
એ તો સનાતન સત્ય છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય, વેપાર, વાણીજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભાષા છે. આપણી યુવાન પેઢી, ચાહે તે ભારતમાં હોય કે પરદેશમાં, જો પરિપૂર્ણ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું અતિ આવશ્યક છે. ફક્ત માતૃભાષા શીખવાથી...
મહાત્મા ગાંધીજી કહી ગયા છે કે માનવજાતની જનનીની તમે પૂજા કરો. પણ અફસોસ, અંતરમાંથી નીકળેલી મહાત્માની આ શીખ એળે ગઈ. હવે તો કુટુંબીઓ સ્ત્રીના ગર્ભમાં સ્કેન દ્વારા દીકરી છે તેની જાણ થતાં જ લગભગ ઘણા ખરા કન્યાઓની ભ્રુણ હત્યા કરાવે છે. આવું જ ચાલુ રહેશે...