બ્રિટનમાં ગુજરાતી સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા જી.પી. દેસાઇનું ત્રીજી નવેમ્બરે 82 વર્ષની વયે ભારતમાં નિધન થયું છે. નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ (એનએપીએસ) અને નડિયાદ નાગરિક મંડળના પૂર્વ પ્રમુખ એવા જી.પી. દેસાઇએ સડબરીમાં લાયન્સ ક્લબની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેઓ એનસીજીઓ અને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના સક્રિય સભ્ય હતા. ઉલ્લેખનીય છે કે જી.પી. દેસાઇના આર્કિટેક્ટ પુત્ર બોબી દેસાઇએ ભારતમાં નવનિર્મિત સંસદ ભવનના એસોસિએટ ડિઝાઇનર તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી હતી.