ચોરીના નાણાં ચૂકવવા ચેરિટી સાથે ઠગાઈ કરી

Wednesday 05th June 2019 04:40 EDT
 
 

લંડનઃ એક ચેરિટીના ૧૭૨,૦૦૦ પાઉન્ડની ઉચાપત કરીને તે રકમમાંથી અગાઉના માલિક સાથે કરેલી છેતરપિંડીના નાણાંની ચૂકવણી કરનારી ૪૬ વર્ષીય ફાઈનાન્સ મેનેજર રુશ્ના ચૌધરીને જેલમાં મોકલી અપાઈ હતી. ચૌધરી જુદી જુદી ચેરિટીના સમૂહ સોશિયલ ઈન્ટરેસ્ટ ગ્રૂપ (SIG)ની વિશ્વાસુ કર્મચારી ગણાતી હતી.

આ સંસ્થાને ચૌધરીએ અગાઉ ૨૦૧૩માં તે જે હાઉસિંગ સંસ્થામાં કામ કરતી હતી ત્યાંથી ૭૭,૭૫૦ પાઉન્ડની ચોરી કરી હોવાની જાણ ન હતી. બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટ ખાતે થયેલી જેલની સજાની સુનાવણીમાં જણાવાયું હતું કે જ્યારે પોલીસ અધિકારીઓએ કેન્ટના ગ્રેવ્સેન્ડ ખાતેના તેના મકાનમાં દરોડો પાડ્યો હતો ત્યારે તેની પાસે કિંમતી ડિઝાઈનર કપડાં અને મોંઘી એસેસરીઝ મળી આવી હતી. અધિકારીઓને તે નશાની હાલતમાં જણાઈ હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે ગોળીઓનો ઓવરડોઝ લીધો હતો. અગાઉ તે જામીન પર હતી ત્યારે નાસી છૂટી હતી. કોર્ટે તેને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ ગુનેગાર ઠેરવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter