જનસેવાને સમર્પિત ૪૫ વર્ષીય સર્જનનું કોરોનાથી નિધન

Wednesday 24th November 2021 06:47 EST
 
 

લંડનઃ કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈનમાં રહીને મહિનાઓ સુધી પેશન્ટ્સની સારવારમાં કાર્યરત રહેલા ૪૫ વર્ષીય સર્જન ડો. ઈરફાન હાલીમ આખરે કોરોના વાઈરસનો શિકાર બન્યા હતા. તેઓ બે મહિના અગાઉ, સ્વિન્ડોન હોસ્પિટલના કોવિડ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં જોડાયા હતા. આ પછી તેમને વાઈરસનો ચેપ લાગ્યો હતો અને ગત વીકએન્ડમાં હોસ્પિટલમાં જ તેમનું મૃત્યુ થયું હતું. હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવામાં જોડાયા હતા.

ડો. હાલીમના પત્ની સાઈલાએ જણાવ્યું હતું કે તેમના પતિએ તેમની બાંહોમાં જ આખરી શ્વાસ લીધા હતા. તેમણે ઓનલાઈન મેસેજમાં ચમત્કારી ૧૫ વર્ષના સાથ અને અદ્ભૂત સ્મરણો બદલ પતિનો આભાર માન્યો હતો. ડો. હાલીમ સંપૂર્મ વેક્સિનેટેડ હતા અને વોર્ડમાં સંપૂર્ણ પીપીઈ કિટ પહેરતા હતા. તેઓ ઈસ્ટ લંડનના બાર્કિંગસ્થિત નિવાસેથી બે કલાક મુસાફરી કરીને કોવિડ પેશન્ટ્સની સારવાર કરવા સ્વિન્ડોન હોસ્પિટલ જતા હતા.

ડો. હાલીમના મૃત્યુ પછી GoFundMe પેજ પર તેમની પત્ની અને બાળકોના સપોર્ટમાં ૮૫,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter