ટાન્ઝાનિયાની આઝાદીની ડાયમન્ડ જ્યુબિલી અને ગ્રેટ બ્રિટનમાં બ્રિટિશ એશિયનોનો વસવાટ

સી.બી. પટેલ Wednesday 20th November 2019 06:08 EST
 
 

પ્રિય વાચકમિત્રો

આપણા કેન્યા સ્પેશિયલ મેગેઝિનને સમગ્ર કોમ્યુનિટી તરફથી ઉષ્માપૂર્ણ આવકાર મળ્યો છે તેનો અમને આનંદ થાય છે. અમે તમારા સમર્થન તેમજ પ્રોત્સાહન સહિત આ મેગેઝિનના હિસ્સા સ્વરુપે આપના અંગત અનુભવો અને જીવનયાત્રાના સ્મરણોમાં સહભાગી બનાવવા બદલ આપ સહુના આભારી છીએ. આ પ્રકારના આ પ્રથમ પ્રોજેક્ટ તેમજ ઈતિહાસમાં દુર્લભ કહી શકાય તેવા સહકારના સ્વરુપે તેને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. આના પગલે અમને આ પ્રકારનું બીજું સાહસ હાથ ધરવા સંખ્યાબંધ પત્રો અને મૂલ્યવાન સૂચનો મળ્યાં છે.

હવે અમે ઈસ્ટ આફ્રિકાના સૌથી મોટા દેશ ટાન્ઝાનિયા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે, ખનિજ તત્વો અને કુદરતી સંસાધનોની વિશાળ અનામતો માટે પ્રસિદ્ધ છે. અમારો આગામી ટાન્ઝાનિયા સ્પેશિયલ ઈસ્યુ દેશની સ્વતંત્રતાના ૬૦ વર્ષની ઉજવણીને સુસંગત રહેશે. ટાન્ઝાનિયાએ ૧૯૬૧ની ૯મી ડિસેમ્બરે બ્રિટિશ હકુમતમાંથી આઝાદી પ્રાપ્ત કરી હતી.

આ મેગેઝિનમાં નીચેની બાબતોનો વિશેષ સમાવેશ કરાશેઃ

૧. અખંડ ભારતમાંથી ઈસ્ટ આફ્રિકા અને સવિશેષ ટાન્ઝાનિયામાં સ્થળાંતર કરનારા વ્યક્તિઓની કથની.

૨. સૌપ્રથમ જર્મન વસાહતથી માંડી સ્વતંત્ર રાષ્ટ્ર બનવા તરફ ટાન્ઝાનિયાનના આઝાદીના સંઘર્ષની તવારીખ.

૩. ટાન્ગાન્યિકા આફ્રિકન નેશનલ યુનિયન (TANU)ની રચનાની ચર્ચા સાથે ટાન્ઝાનિયાના અર્થતંત્ર અને સમાજમાં એશિયનોના યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

૪. રાજકારણ, બિઝનેસ, એન્ટ્રેપ્રીન્યોરશિપ, પરોપકાર, સ્પોર્ટ્સ અને કોમ્યુનિટીની સેવા સહિતના ક્ષેત્રોમાં એશિયનોના નોંધપાત્ર પ્રદાનને સ્થાન અપાશે.

આ વિષયોના સંદર્ભે,

૧. આપના અંગત, અન્ય મિત્રો તેમજ પરિવારજનોના યુકેમાં અનુભવો સંબંધિત કોઈ પણ સુસંગત માહિતી અથવા સ્ટોરી વેળાસર અમને મોકલી આપવા આપને આમંત્રિત કરીએ છીએ.

૨. જો તમારી પાસે જાહેર અને રાજકીય જીવનમાં કાર્યરત લોકોની સફળતા વિશે કહાણી હોય તેમજ એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સની જાણકારી હોય તો તેમના વર્ણન પણ અમને મોકલી શકો છો.

૩. આ ઉપરાંત, આ સ્પેશિયલ મેગેઝિનમાં સ્પોન્સરશિપ, એડવર્ટાઈઝમેન્ટ્સ અને એડવર્ટોરિયલ્સ મારફતે પણ આપના સાથ અને સહકાર આપવા માટે પણ અમે વિનંતી કરીએ છીએ.

આપ અમને [email protected] અથવા [email protected] abplgroup. com પર લખી શકો છો. અમે તુરંત આપનો સંપર્ક સાધીશું.

આપનો સ્નેહાધીન

સી.બી. પટેલ

પ્રકાશક/ તંત્રી

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter