ગુજરાત સમાચારના વાચકોનો હૃદયપૂર્વક આભાર

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સમાચારના વાચકોનો હૃદયપૂર્વક આભાર. ગત મહિને અમારા બ્રોશર દ્વારા દાનની અપીલના પગલે અમારા દાનની ઝોળી છલકાઈ ગઈ હતી. આપના દાન તેમજ ભારતમાં વિધવાઓને મદદ માટે અમારા દ્વારા કરાતાં કાર્યની સુંદર સરાહના કરવા બદલ હું ખરેખર આપનો આભારી છું.

ફોન દ્વારા ઠગાઈ કરતા ધુતારાઓથી ચેતજો

તા. ૧૬.૦૩.૨૦૧૯ના ‘ગુજરાત સમાચાર’માં પાન.૮ પર કોકિલાબેન પટેલનો લેખ વાંચીને જણાવવાનું કે ફોન દ્વારા ખાસ કરીને મોટી ઉમરના લોકો સાથે ઠગાઈ થતી હોય છે. તેઓ નિવૃત હોવાથી ઘરે એકલા હોય છે. મોટાભાગના લોકોને ભાષાની સમસ્યા હોય છે. આવા બનાવો ખૂબ જ બને છે. કોઈ કાર અકસ્માતના ફોન આવે છે કે ફલાણા સમયે તમારી કારને અકસ્માત થયો હતો. તેના વીમા યોજનાના પૈસા આપવાના છે. તમે આ લોકોને તમારી વિગત આપો એટલે તેઓ તરત જ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે. બીજો દાખલો લોટરીનો છે. તેવી રીતે તમારા ક્રેડિટ - ડેબિટ કાર્ડનો કોઈ ઉપયોગ કરે છે....

બે સપ્તાહ પહેલા ‘અનુપમ મિશન’ ડેનહામ યુ.કે.માં નવા મંદિરનું ઉદઘાટન અને સ્વામીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. પ્રખર વિદ્વાન કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા અને ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન પણ થયું. કથા સાંભળવા માનવમેદની...

'ગુજરાત સમાચાર'માં થોડા સમય પહેલાં અમેરિકામાં ધર્મજના મૃદુલાબહેનની કરુણ હત્યાના સમાચાર વાંચી અત્યંત દુઃખ થયું. પણ ત્યાર બાદ સમાચાર જાણ્યા કે સારવાર દરમિયાન મરણ થતા તેમના પરિવારજનોએ મૃદુલાબહેનનાં અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનું હૃદય, લિવર...

દેશ વિદ્યુત પાવરની ભારે અછતથી પીડાય છે. આપણી ભાવિ જરૂરિયાતો તેમજ પરદેશથી આવવા ઈચ્છતી કંપનીઓને પણ આ સવાલ અવરોધક લાગે છે. સૂર્યને દેવ ગણીને એને નમસ્કાર, પૂજા-પ્રાર્થનાઓ તો હજારો વર્ષોથી જોરશોરથી કરીએ છીએ, પરંતુ એણે અર્પણ કરેલી અપાર શક્તિનો ઉપયોગ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવામાં આવ્યું...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧ ઓગસ્ટના અંકમાં 'પટેલોને અનામત' અંગેના સમાચાર વાંચીને જણાવવાનું કે ભારતમાં અનામત ખૂબ જ મોટું દુષણ છે. લગભગ મોટાભાગની કોમને અનામતનો લાભ મળી રહ્યો છે. વર્ષો પહેલા અનામતનો લાભ માત્ર પછાત જ્ઞાતિના લોકોને જમળતો હતો. પણ...

યુ.કે.માં ગુજરાતી તથા અન્ય ભાષાઓની પરીક્ષાઅોને ૨૦૧૬ની સાલમાં નાબુદ કરવાનો નિર્ધાર કર્યો છે. તેની પાછળનું મહત્વનું કારણ વર્ગોની અંદર વિદ્યાર્થીઓનો પુરતી સંખ્યાનો અભાવ છે. શાળાઓને ગુજરાતી ભાષા નિભાવવા માટે જંગી ખર્ચ ઉઠાવવો પડે તે એમની દ્રષ્ટીએ...

સરકાર આપણી પાસેથી વેરા ઉઘરાવીને એનએચએસની સેવાઅો પાછળ ગંજાવર ખર્ચ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે દેશની જનતા પૈકી મોટા ભાગના લોકો એનએચએસની સેવાઅોથી નારાજ છે. દર ત્રણ દિવસે £૧ બિલિયનનો ખર્ચો કરતા એનએચએસના બજેટ અને ખર્ચા વિષે વિસ્તૃત સમાચાર 'ગુજરાત...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ કે ૨૯ અોગસ્ટ, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન પત્ર લેખકોના પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવાનું આયોજન થઇ રહ્યું છે.

તા. ૧૧ જુલાઇનો "ગુજરાત સમાચાર"નો અંક વાંચ્યો. લંડનના રમણીય સ્થળે ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝા (પૂ. ભાઇશ્રી)ની ભાગવત કથા થઇ રહી છે એ સમાચાર જાણી ખૂબ અાનંદ થયો. પૂ.ભાઇશ્રીના મુખે ભાગવતકથામાં શ્રી કૃષ્ણલીલાનું વર્ણન સાંભળવાનું...

આપણે હિન્દુઓ એક સાથે ત્રણ વર્ગ (૧) વંશીય લઘુમતીઓ, (૨) અશ્વેત અને (૩) એશિયન તરીકે વર્ગીકૃત થઈએ છીએ, પરંતુ માત્ર હિન્દુ તરીકે કદી વર્ગીકૃત થતા નથી. જેના ઘણાં જ ગેરફાયદા આપણને થાય છે.



to the free, weekly Gujarat Samachar email newsletter