તહેવારોમાં પોસ્ટલ કૌભાંડથી બચોઃ રોયલ મેઈલ દ્વારા ખાસ ચેતવણી

Wednesday 23rd October 2019 04:30 EDT
 

લંડનઃ ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રોયલ મેઈલ અને ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસ દ્વારા લોકોને પોસ્ટલ કૌભાંડથી બચવાના સંદર્ભે વિશેષ ચેતવણી આપવામાં આવી છે. વિવિધ પ્રકારે કૌભાંડ આદરવામાં આવે છે.

આજકાલ PDS (Parcel Delivery Service) નામે ઓળખાતી કંપની દ્વારા તમારા ઘરના દ્વાર નીચેથી એક કાર્ડ સરકાવવામાં આવે છે જેમાં, લખાયું હોય છે કે તમારા પાર્સલ અમે ડિલીવર કરી શક્યા નથી. આથી તમારે નંબર 0906 6611911 (પ્રીમિયમ રેટ નંબર છે) પર તેમનો સંપર્ક કરવો તેમ જણાવાય છે.

તમે આ નંબર પર કોલ કરો છો તેની સાથે તમને રેકોર્ડેડ મેસેજ સાંભળવા મળે છે અને ત્યાં સુધીમાં તો આ ફોન કોલ માટે તમારે ૩૧૫ પાઉન્ડનું બિલ ચુકવવાનું આવી જાય છે.

જો તમને આવી વિગતો સાથેનું કાર્ડ મળે તો તમારે રોયલ મેઈલ ફ્રોડને 020 7239 6655 પર સંપર્ક કરવો જોઈએ. વધુ માહિતી માટે ક્રામ સ્ટોપર્સની વેબસાઈટ http://www.crimestoppers-uk.org/prevention/helping prevent-crime/scams/postal-delivery-scamની મુલાકાત લેવી જોઈએ.

જોકે, તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પ્રીમિયમ રેટ ફોન નંબર કદાચ બદલાઈ શકે છે. આમ છતાં, PDS ના કાર્ડ પર દર્શાવેલા ફોન નંબર પર ભૂલથી પણ ફોન કરશો નહિ. આ બાબતે તમારા પરિવારજનો, મિત્રો, પડોશીઓ અને પરિચિતોને પણ માહિતગાર કરવાથી તેઓ પણ કૌભાંડનો શિકાર બનવાથી બચી શકશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter