ધ્રુવ પટેલ સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટીના ચેરમેનપદે ચૂંટાયા

Wednesday 15th May 2019 01:35 EDT
 
 

લંડનઃ સિટી ઓફ લંડન કોર્પોરેશનને સૌથી મોટી ગ્રાન્ટ આપતી સ્વતંત્ર સંસ્થા સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટીના ચેરમેનપદે પહેલી જ વાર કોઇ ભારતીય અને ગુજરાતી મૂળના ધ્રુવ પટેલ ચૂંટાઈ આવ્યા છે. લંડનના નાણાકીય ગતિવિધિઓના ક્ષેત્રમાં સિટી હિન્દુ નેટવર્કના સ્થાપક ૩૫ વર્ષના ધ્રુવ પટેલ ૨૦૧૩થી સિટી ઓફ લંડન કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્ય છે. ચેરમેન એલિસન ગૌમેનની ત્રણ વર્ષની મુદ્દત પુરી થતાં ૩૫ વર્ષના ધ્રુવ પટેલ ચૂંટાયા હતા. આ સંસ્થા લંડનમાં વંચિત સમુદાયને સુવિધાઓ પુરી પાડવા આ સંસ્થા વર્ષે બે કરોડ પાઉન્ડ ખર્ચે છે અને ૧૯૯૫થી ૮૦૦૦ લોકોને કુલ ૪૦૦ મિલિયન પાઉન્ડની સહાય કરી હતી.

સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટી, બ્રિજ હાઉસ એસ્ટેટ નામની સિટી ઓફ લંડન કોર્પોરેશનની ભંડોળ આપતી સંસ્થા છે જે બ્રિટનના પાટનગરમાં વંચિત સમુદાયને સુવિધાઓ પુરી પાડવા દર વર્ષે ૨૦ મિલિયન પાઉન્ડ ખર્ચે છે.'

વ્યવસાયે બિઝનેસમેન અને ઈન્સ્યુરન્સ, ફાર્મસી ને પ્રોપર્ટી સેક્ટર્સમાં રસ ધરાવતા ધ્રુવ પટેલે કહ્યું હતું કે, ‘બ્રિટનના નાગરિક સમાજની સૌથી મહત્ત્વના ટેકેદારો પૈકીની એક સંસ્થાનું નેતૃત્વ કરવું એ વિશેષ સિધ્ધિ છે. અમે સૌ ભેગા મળીને લંડનના નાગરિક સમાજને સુખી થવાની તક આપવાનું ચાલુ જ રાખીશું અને ખાસ તો યુવાઓને તેમના જીવનમાં શક્ય એટલી તમામ સુવિધાઓ ઊભી કરીશું.

બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીની સ્વૈચ્છિક સેવા તેમજ સામાજિક સુમેળ માટે સેવા બદલ ધ્રુવ પટેલને ૨૦૧૮માં OBE એવોર્ડથી વિભુષિત કરાયા હતા. તેમણે કહ્યું હતું કે, ‘સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટીના ચેરમેન તરીકે સેવા આપવા મને મળેલી તક બદલ હું ખૂબ ગૌરવ અનુભવું છું. લંડનના સમાજમાં ના હોવી જોઇએ તે અસમાનતાને દૂર કરવા મારાથી જે કંઇ કરી શકાશે તે હું કરીશ.’

આ સંસ્થાએ ૧૯૯૫માં સ્થાપના થયાં પછી ૮૦૦૦ લોકોને કુલ ૪૦૦ મિલિયન પાઉન્ડની સહાય કરી હતી. સેંકડો લંડનવાસીના જીવનમાં બદલાવ લાવવાના હેતુને પુરું કરવા સિટી કોર્પોરેશનને મદદ કરે છે. વિદાય લઇ રહેલા ચેરમેન અલિસન ગૌમેને કહ્યું હતું કે, ‘મને ખાતરી છે કે પટેલ આ કમિટીને નેતૃત્વ પુરું પાડવા શ્રેષ્ઠ કામગીરી કરશે. આ એક એવું પાટનગર છે જ્યાં દરેક જણ સુખી થાય તે માટે ભારે મહેનત કરવામાં આવે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter