ફતેહ પર જર્મનીમાં આતંક ફેલાવવાનો આરોપ

Wednesday 06th March 2019 02:36 EST
 
 

લંડનઃ ન્યૂકાસલના ૩૩ વર્ષીય ફતેહ મોહમ્મ્દ અબ્દુલ્લા પર જર્મનીમાં આતંક ફેલાવવાનો આરોપ મૂકાયો હતો. ગીચ વસતીમાં લોકો પર કાર ચડાવી દેવા બીજી વ્યક્તિને પ્રોત્સાહન આપવાનો, લોકો પર મટન કાપવાના છૂરાથી હુમલો કરવા અને બોંબ ગોઠવવાનો તેના પર આરોપ મૂકાયો છે.

ગયા ડિસેમ્બરમાં ધરપકડ કરાયેલા ફતેહને ૨૦ ફેબ્રુઆરીએ બેલ્માર્શ જેલથી વિડીયો લિંક મારફતે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. તેમાં તેણે નામ, સરનામું, જન્મતારીખ અને બ્રિટિશ ઈરાની હોવાની ખરાઈ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter