બે રાજકુંવરો એમની સર્વોત્તમ અને તોફાની માતા ડાયેના સાથેની ઘડીઓ ટી.વી. પર યાદ કરશે

Thursday 13th July 2017 06:10 EDT
 
 

એક વખત કરોડો લોકોએ શાહી રાજકુંવર પ્રિન્સ ચાર્લ્સનાં લગ્ન ટી.વી પડદે નિહાળ્યાં હતાં. એ વખતે સુંદર પરી સમા શરમાળ, ધીરગંભીર પ્રિન્સેસ ડાયેના ઉપર સૌની નજર મંડાયેલી હતી. પરંતુ ડાયેનાને ખૂબ નજીકથી ઓળખ્યાં છે, એમનો માતૃત્વ સ્નેહ, ભરપૂર વાત્સલ્ય અને રમતિયાળપણું માણ્યું છે એવા બે રાજકુંવરો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી હવે દુનિયા સમક્ષ એમની માતાની યાદોને ડોક્યુમેન્ટરી રૂપે ટી.વી સમક્ષ આ મહિનાના અંતમાં રજૂ કરશે. ડાયેનાની ૨૦મી પૂણ્યતિથીએ બન્ને પ્રિન્સ ટી.વી પર એમની માતા સાથે વિતાવેલી ચિરસ્મરણીય યાદોને વાગોળશે અને એમના રમતિયાળપણાની તસવીરો અને ફિલ્મ કલીપ્સ બતાવશે. પ્રિન્સ હેરી કહે છે, “અમારી મા એટલે એકમાત્ર મારી મા ડાયેના જ હોઇ શકે, એનું સ્થાન બીજું કોઇ ના લઇ શકે, મારી મા દુનિયાની સૌથી શ્રેષ્ઠ માતા હતી.” પ્રિન્સ વિલિયમે કહ્યું કે, “એ ખુબ સરળ અને નિખાલસ હતી, મન મૂકીને ખડખડાટ હસી શકતી. એણે ખબર હતી કે ખરી જિંદગી તો શાહી પેલેસની બહાર છે.” પ્રિન્સ હેરી જ્યારે ગર્ભમાં હતા ત્યારે ડાયેના સાથે પડાવેલી તસવીર ઉપર હાથ પસવારી વિલિયમે નાના ભાઇ હેરી સમક્ષ ભૂતકાળની મીઠી યાદ તાજી કરી હતી. આ મહિનાના અંતમાં રાજકુંવરો ૨૦મી પૂણ્યતિથિએ મા ડાયેનાને અંજલિ આપે એ જોવાનું રખે ચૂકતા.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter