બ્રિટનમાં બિયર સૌથી લોકપ્રિય અને વધુ વેચાતું આલ્કોહોલિક ડ્રિન્ક

Wednesday 09th October 2019 03:27 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં બિયર સૌથી લોકપ્રિય આલ્કોહોલિક ડ્રિન્ક છે, જેનું ગયા વર્ષે ૮.૫ બિલિયન પિન્ટ વેચાણ થયું હતું. આની સામે વાઈનના ૭.૪ મિલિયન (૧૭૫ ml ના) ગ્લાસ વેચાયા હતા. HMRCના આંકડા મુજબ ૨૦૧૮માં સિડારના ૧.૨ બિલિયન પિન્ટનું વેચાણ થયું હતું. જોકે, બિયર પર ભારે ટેક્સ લદાયો હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.

બ્રિટિશ બિયર એન્ડ પબ એસોસિયેશન (BBPA)ની હેન્ડબુકના ડેટા અનુસાર જર્મની અથવા સ્પેનના બિયર પિયક્કડોની સરખામણીએ બ્રિટિશરો ૧૧ ગણી વધુ ડ્યૂટી ચૂકવે છે. BBPA અનુસાર ઉત્પાદન ક્ષેત્ર માટે બિયર મહત્ત્વપૂર્ણ છે કારણકે યુકેમાં ઉત્પાદિત બિયરના ૮૨ ટકા તો દેશમાં જ પીવાય છે અને પબ્સ તેમજ બ્રુઅરીઝ દ્વારા સંયુક્તપણે આશરે ૯૦૦,૦૦૦ નોકરીઓ સર્જાય છે. મોટા પ્રમાણમાં બિયરનું વેચાણ કરતા સ્થાનિક કોમ્યુનિટી રહેવાસીઓને મદદ કરવા આગામી બજેટમાં બિયર પરનો ટેક્સ ઘટાડવાના અભિયાનને BBPA સમર્થન આપી રહેલ છે.

BBPAના ચીફ એક્ઝિક્યુટિવ બ્રિગિડ સિમોન્ડ્સે જણાવ્યું હતું કે બિયરના પિન્ટ પરનો ટેક્સ વધારાશે તો પબમાં બિયર પીનારા બ્રિટિશરોની સંખ્યાને ભારે અસર થશે અને પબ્સ બંધ થવા લાગશે. જોકે, ૨૦૧૮ દરમિયાન બ્રિટનમાં ૧૦૦ નવી બ્રુઅરીઝ ખુલવા સાથે કુલ સંખ્યા ૨૫૩૦ થઈ છે. આમ, વર્ષ ૨૦૦૦ પછી બ્રુઅરીઝની સંખ્યામાં ૨૦૩૦નો વધારો પણ થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter