ભેટને બદલે ચેરિટીઝને ડોનેશન આપવા પ્રિન્સ હેરી અને મર્કેલનો અનુરોધ

Wednesday 11th April 2018 06:54 EDT
 
 

લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન નજીક આવી રહ્યા છે. બન્નેના લગ્નની તૈયાર થઈ રહ્યા છે. આ શાહી યુગલે તેમના લગ્નમાં આવનારા મહેમાનોને પરંપરાગત ભેટો આપવાને બદલે મુંબઈના શહેરી સ્લમ વિસ્તારની મહિલાઓ માટે કાર્ય કરતી માયના મહિલા ફાઉન્ડેશન સહિત સાત ચેરિટીને ડોનેશન આપવા અનુરોધ કર્યો હતો.

માયના ગોવંડીની ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પડતી મુશ્કેલીના નિરાકરણ માટે કાર્યરત છે. સંસ્થા માસિકધર્મ વિશે જાગૃતિ કેળવવાનું અને જરૂરતમંદ મહિલાઓને સેનિટરી પ્રોડક્ટસ પૂરી પાડે છે.

કેન્સિંગ્ટન પેલેસ દ્વારા જણાવાયું હતું કે ઉદારતાના આ કાર્યથી મહત્તમ લોકોને લાભ મળે તેવો હેતુ છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે શાહી યુગલે સામાજિક પરિવર્તન માટે રમતગમત, મહિલા સશક્તિકરણ, સંવર્ધન, પર્યાવરણ, ઘરવિહોણા લોકો, એચઆઈવીગ્રસ્ત લોકો અને આર્મ્ડ ફોર્સ સહિતના વિવિધ ક્ષેત્ર કાર્યરત ચેરિટીઓની પસંદગી કરી છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને પસંદ કરાયેલી આ ચેરિટીઝ સાથે સત્તાવાર કોઈ સંબંધ નથી. તેમને જે ક્ષેત્રમાં સહયોગ આપવાની ધગશ છે તે ક્ષેત્ર સાથે સંકળાયેલી ચેરિટીઝ યુગલે પસંદ કરી છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન આગામી ૧૯મી મેએ વિન્ડસરમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે યોજાશે.

આ સાત ચેરિટીમાં CHIVA, Crisis, સ્કોટીસ લીટલ સોલ્ડર્સ, સ્ટ્રીટગેમ્સ, સર્ફર્સ અગેઈન્સ્ટ સુએજ, વાઈલ્ડરનેસ ફાઉન્ડેશન યુકે અને માયના મહિલા ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.

૨૦૧૧માં ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રીજના લગ્ન થયા હતા ત્યારે ૧મિલિયન પાઉન્ડથી વધુની રકમ એકત્ર થઈ હતી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી