મહત્તમ ટ્યુશન ફી £૯,૨૫૦ રહેશે

Wednesday 31st July 2019 03:48 EDT
 
 

લંડનઃ યુકેમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે ૨૦૨૦માં પણ મોટા ભાગના અભ્યાસક્રમોની મહત્તમ ફી વર્તમાન ૯,૨૫૦ પાઉન્ડ જેટલી જ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તો ટ્યુશન ફી રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ટોરી પાર્ટી વિદ્યાર્થીઓને મદદ કરવા ઈચ્છે છે.

વિદ્યાર્થીઓને આગામી વર્ષે ટ્યુશન ફીમાં કોઈ વધારાનો સામનો કરવાનો આવશે નહિ. ફૂગાવા સાથે સંકળાયેલા વધારા વિના જ ટ્યુશન ફી વર્તમાન મહત્તમ ૯,૨૫૦ પાઉન્ડ જેટલી જ રહેશે. યુનિવર્સિટીઝ મિનિસ્ટર ક્રિસ સ્કિડમોરે જણાવ્યું હતું કે મેઈન્ટેનન્સ લોન્સમાં વધારો કરાશે. મિનિસ્ટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જીવનધોરણ અનુસારની મેઈન્ટેનન્સ લોન્સ સૌથી ઊંચા સ્તરે લઈ જવાશે જેથી વિદ્યાર્થીઓના ખિસ્સામાં વધુ નાણા રહી શકશે.

ટ્યુશન ફીમાં ઘટાડો કરી ૭,૫૦૦ પાઉન્ડ કરવાની સાથોસાથ વિદ્યાર્થીઓનાં દેવાંની પરત ચૂકવણીનો સમય વધુ લાંબો રાખવાનો પ્રસ્તાવ મૂકાયો છે. જોકે, આના પરિણામે, લોન્સ માંડવાળ થાય તે પહેલા મધ્યમ કમાણી કરનારાઓને વધુ રકમ ચૂકવવાની ફરજ પડશે. આ પ્રસ્તાવો પરનો નિર્ણય થવાનો હજુ બાકી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter