લોહાણા સમાજસેવક વિનોદ કોટેચાને મહારાણીએ BEM એવોર્ડથી સન્માનિત કર્યા

Thursday 13th July 2017 06:03 EDT
 
 

કેન્યામાં જન્મેલા અને ૧૯૭૧થી લંડન આવી સ્થાયી થયેલા લોહાણા અગ્રણી અને સમાજસેવક વિનોદભાઇ મથૂરદાસ કોટેચાને મહારાણીએ બ્રિટીશ એમ્પાયર મેડલ (BEM)આપી સન્માનિત કર્યા છે. પ્રોપર્ટી એન્ડ ફૂડ હોલસેલનો બીઝનેસ ધરાવનાર વિનુભાઇ કોટેચા લોહાણા કોમ્યુનિટી-નોર્થ લંડનમાં લાંબા સમયની સમાજીક સેવા સાથે સક્રિય છે. તેઓ સમાજમાં સદગત થયેલાઓની વોલીંટરીયલી અંતિમક્રિયા અને પ્રાર્થનાસભાનું આયોજન કરે છે. તેઓ સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરના ડાયરેક્ટર છે. વેમ્બલી ખાતે"મા સરસ્વતી સ્પીરીચ્યુઅલ સેન્ટરનું સંચાલન કરી યુવાપેઢીમાં હિન્દુ ધર્મ, આધ્યાત્મ અને ભારતીય સંસ્કારો વિષે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે અનાથ બાળકો, અશક્ત વૃધ્ધો માટે "અપના ઘર" શરૂ કર્યું છે. ઉપરાંત ત્યાંની હોસ્પિટલમાં ટિફિન સર્વિસ, સ્કૂલમાં શુધ્ધ વોટર ફિલ્ટર અને સમૂહલગ્નો જેવા અનેક સેવાલક્ષી કાર્યોમાં એમનું સરાહનીય યોગદાન રહ્યું છે. લાયન્સ કલબ ઓફ કિંગ્સબરીમાં ૧૯૯૬થી તેઓ સક્રિય છે ૨૦૦૦માં તેઓએ કલબના પ્રેસિડેન્ટ પદે રહી સેવાલક્ષી કાર્યો માટે પ્રસંશનીય અનુદાન પ્રદાન કર્યું છે. લાયન્સ કલબે તેમને "મેલવીન જોન્સ"નો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશને કોમ્યુનિટી એવોર્ડથી સન્માન્યા છે. વિનુભાઇ એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટી તરીકે ફરજ અદા કરી રહ્યા છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી