વેમ્બલીમાં મેયર્સ ફંડરેઝિંગ એક્સ્ટ્રાવેગેન્ઝા

Thursday 29th March 2018 07:04 EDT
 
 

બ્રેન્ટના મેયર કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ દ્વારા અક્ષય પાત્ર અને એશિયન વિમેન્સ રિસોર્સ સેન્ટરના લાભાર્થે તા. ૧૩-૪-૧૮ને શુક્રવારે સાંજે ૬ વાગે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી HA9 9PE ખાતે મેયર્સ ફંડરેઝિંગ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્વેલસ મેલડીઝ ઓફ ત્રિલોક ગૃપ સંગીતની સુરાવલિઓ રેલાવી સૌને આનંદની અનુભૂતિ કરાવશે. સરપ્રાઈઝ ગેસ્ટ આવશે તેમજ રેફલ ડ્રો પણ યોજાશે. કાર્યક્રમના સ્પોન્સરર તરીકે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, લુપીન્સ ઈમિગ્રેશન સોલિસિટર્સ, સ્કાયલિંક, વિક્ટોરિયા કેર સેન્ટર, રામ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરાં તથા C&L પ્રિન્ટ દ્વારા સેવા આપવામાં આવી છે. બફે ડિનર અને બારની વ્યવસ્થા પણ છે. સંપર્ક. 020 8937 6774.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી