સંસ્થા સમાચાર - અંક ૧૩ ઓક્ટોબર ૨૦૧૮

Wednesday 10th October 2018 06:41 EDT
 

• ઇસ્ટ લંડન એન્ડ એસેક્સ હિન્દુ સોશ્યલ કલબના ઉપક્રમે બુધવાર તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન સાંજે ૭.૦૦થી મોડીરાત સુધી નવરાત્રિ મહિત્સવનું આયોજન કરાયું છે. શરદ પૂનમના ગરબા-રાસ ૨૭ ઓકટોબર શનિવારે સાંજે ૭ વાગ્યાથી. સ્થળ: લોક્સફોર્ડ સ્કૂલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, લોક્સફોર્ડ લેન, ઇલ્ફર્ડ, એસેક્સ, IG1 2UT.
• રાધાકૃષ્ણ/શ્યામા આશ્રમ – શ્રીનાથજી હવેલી બાલમ, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9ALખાતે ગુરુવાર તા.૧૮.૧૦.૧૮ સુધી દરરોજ બપોરે ૧થી ૪ દરમિયાન નવરાત્રિનું આયોજન કરાયું છે. દરેકને ગરબામાં જોડાવા આમંત્રણ છે. તા.૧૭ સવારે ૧૦થી ૧૨ દરમિયાન આઠમનો હવન થશે. સંપર્ક. 020 8675 3831
• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (SSGPS) (યુરોપ) દ્વારા તા.૧૮.૧૦.૨૦૧૮ સુધી નવરાત્રિ મહોત્સવનું અને તા.૨૬ શરદપૂનમ સાંજે સાંજે ૭.૩૦થી સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રફુલાબેન બી પટેલ 020 8368 2161
• કેપીટલ વેન્યુ દ્વારા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮નું તા.૧૯.૧૦.૧૮ સુધી દરરોજ સાંજે ૭.૩૦થી મોડે સુધી કેપીટલ વેન્યુ, ચાર્ટર સ્ટ્રીટ, લેસ્ટર LE1 3UD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07944 554 444
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ લંડન HA0 4TA ખાતે નવરાત્રિની ઉજવણી તા.૧૮.૧૦.૧૮ સુધી દરરોજ બપોરે ૧૨.૩૦થી ૩.૩૦ દરમિયાન થશે. દરરોજ સવારે ૧૦ વાગે પૂજા થશે. દુર્ગાષ્ટમીનો હવન તા.૧૭ સવારે ૯.૩૦થી ૧૨ થશે. સંપર્ક. 020 8903 7737
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા.૧૪ ઓક્ટોબર સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી યુએસએ છે. સંપર્ક: 020 8459 5758
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૧.૧૦.૧૮ સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન ભજન અને ભોજનનું આયોજન કરાયું છે. બહેનોના ભજન બપોરે ૨થી ૩ દરમિયાન રખાયા છે. સંપર્ક. 01772
253 901.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે ઓક્ટોબર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૧૬ સાંજે ૬.૩૦ શુભ્રતા ડે (સિતાર) અને વિધુષી વિણા શેષાદ્રી (ભરતનાટ્યમ) દ્વારા શાસ્ત્રીય સંગીત અને નૃત્ય સંધ્યા • તા. ૧૭ સાંજે ૬.૩૦ મેફેર ટાઈમ્સ મેફેર એન્ડ સેન્ટ જેમ્સ લીટરરી ફેસ્ટિવલ દ્વારા વિખ્યાત લેખક વી એસ નાયપોલને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. સંપર્ક. 020
7491 3567.

•••

જાસપરમાં ડે ટાઇમ ગરબા-રાસ

હેરો સિવિક સેન્ટર સામે રોસલીન ક્રિસન્ટ ઉપર આવેલ જાસપર સેન્ટર અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત બીઝી રહે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન જાસપર સેન્ટર દિવસે (ડે ટાઇમ) ગરબાનું આયોજન કરે છે. આ વર્ષે બુધવાર, તા. ૧૦ ઓકટોબરથી ગુરૂવાર તા.૧૮ ઓકટોબર દરમિયાન રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ વાગ્યા સુધી ગરબા-રાસનું આયોજન કરાયું છે. ટિકિટ સભ્યો માટે £3 અને નોન મેમ્બર માટે £5. નવ દિવસની સીઝન ટિકિટ £25 (મેમ્બરને)માં મળશે અને £40માં નોન મેમ્બરને સીઝન ટિકિટ મળશે. નવરાત્રિ દરમિયાન કોઇએ નોરતું ગવડાવવું હોય તેઓ માટે £151(મ્યુઝીશીયન અને ચાય-નાસ્તા સાથે)આપી સ્પોન્સર કરી શકાશે. સંપર્ક 0208 861 1207.
જાસપર સેન્ટરમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી પ્રસંગે તા.૧૬ નવેમ્બર સાંજે ૭.૦૦ વાગ્યાથી માયા દીપક અને ગૃપનો ફિલ્મી ગીતો સાથે "અનોખી શામ" કાર્યક્રમનું આયોજન કરાયું છે. ૭ વાગ્યે ડિનર ત્યારબાદ ૮થી ૧૧ કાર્યક્રમ. જે કોઇને રસ હોય તેઓએ જાસપર સેન્ટરનો 020 8861 1207ઉપર સંપર્ક કરી ટિકિટ મેળવી લેવી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter