સંસ્થા સમાચાર - અંક ૮ ડિસેમ્બર ૨૦૧૮

Thursday 06th December 2018 02:34 EST
 

• BAPS સ્વામીનારાયણ સત્સંગ મંડળ, હેરો/બ્રેન્ટ દ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભજન સંધ્યાનું તા.૭.૧૨.૧૮ રાત્રે ૮થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સમાજ હોલ, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદ સાંજે ૬.૩૦થી ૮ સુધી. સંપર્ક. નીલેશ મહેતા 07957 376 004
• ઓમ શક્તિ ડે સેન્ટર દ્વારા રમતો, રેફલ ડ્રો, મનોરંજન સાથે ગ્રાન્ડ ક્રિસમસ પાર્ટીનું તા.૧૯.૧૨.૧૮ સવારે ૧૦થી બપોરે ૩ દરમિયાન મેસફિલ્ડ હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BDખાતે આયોજન કરાયું છે. બોલિવુડ ડાન્સર જય કુમાર લાઈવ પર્ફોર્મ કરશે. બપોરે ૧.૪૫ વાગે લંચની વ્યવસ્થા છે. સંપર્ક. રંજન બેન માણેક 07930
335 978
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૯.૧૨.૧૮ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સેન્ટરમાં દર મંગળવારે બપોરે ૧થી ૩.૩૦ લેડીઝ કિર્તન તથા સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ દરમિયાન સંસ્કૃત ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૦૯-૧૨-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020
8459 5758.
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૫.૧૨.૧૮ સાંજે ૬.૩૦ વાગે VHPઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ડિસેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો- તા.૧૬ સવારે ૧૧.૩૦થી બપોરે ૧ દરમિયાન ભજન ભોજન - તા.૧૮ સાંજે ૭.૩૦ વાગે ગીતા જયંતીની ઉજવણી. સંપર્ક. 01772 253 901.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૧૪.૧૨.૧૮ સાંજે ૬.૩૦ વાગે માર્ગી ટ્રેડિશન ઓફ નાટ્યશાસ્ત્ર –
બાલાદેવી ચંદ્રશેખર દ્વારા લેક્ચર અને પર્ફોર્મન્સનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે ડિસેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો - તા.૧૫ સાંજે ૬.૩૦ ફોક બેન્ડ ‘રેનાગ્રી’નો ‘પ્લેઈંગ ફોર લવ આલ્બમનું લોંચીંગ – તા.૧૬ બપોરે ૧.૦૦ ડાન્સ અને ક્રિસમસ કેરોલ્સનો કાર્યક્રમ ‘ક્રિસમસ સેલિબ્રેશન’. સંપર્ક. 020 7381 3086.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter