અમદાવાદના મેમનગર ગુરુકુળમાં 7 હજાર કિલો કેરીનો આમ્ર કુટોત્સવ યોજાયો હતો, અને બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકોમાં તેનું પ્રસાદરૂપે વિતરણ કરાયું હતું. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આ મહોત્સવ યોજાયો હતો. કેરીનું વિતરણ કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરૂપદાજી સ્વામી દ્વારા કરાયું હતું.