કૌશિક પૂંજાણી પ્રસ્તુત ‘ઈશ્ક ઈશ્ક ઈશ્કના રંગે રંગાયો લંડનનો લોગન હોલ

પ્રેમ રંગ સમીપે જાઉં, સૂરોં સે સજાઉં, માનવતાકો મહેંકાઉં….

-જ્યોત્સના શાહ Wednesday 19th September 2018 06:45 EDT
 
1) તસવીરમાં માઇકલ સોબેલ હોસ્પીસને ૧૫૦૧ પાઉન્ડનો ચેક અર્પણ કરતી વેળા ડાબેથી સર્વશ્રી સતીષ કાનાબાર, કૌશિક પૂંજાણી, રમણિકલાલ ઠકરાર અને સંજય ઠકરાર  2) મોન્ટે ગોમેરી ઝિમ્બાબ્વે ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશનને ચેક અર્પણ કરતી વેળા ડાબેથી સર્વશ્રી સેલી બબર્સ, નીક મેલેટ, રમણિકલાલ ઠકરાર અને સંજય ઠકરાર.
 

૯ સપ્ટેમ્બર ૨૦૧૮ની સલૂણી સાંજે સેંકડો ઇશ્ક પ્રેમીઓથી યુનિવર્સિટી કોલેજ લંડનનો લોગન હોલ ગૂંજી ઉઠ્યો હતો. સુનિલ જાધવ અને ધ આર જી અકાદમીના ૨૫ પીસ ઓરકેસ્ટ્રા સંગ કૌશિક પૂજાણી અને કલાકારોએ બોલીવુડના પ્રેમ ગીતો સુમધુર સંગીતથી સજાવી શ્રોતાજનોને ડોલાવ્યા. ગૌરી સહાએ એમની આગવી શૈલીમાં કોમ્પેર કરી એ સાંજને સંગીન બનાવી.

યુરો એકઝીમ બેંકના સૌજન્યથી યોજાયેલી એ સાંજ ‘ પ્યાર કીયા તો ડરના ક્યા., મૈં શાયર તો નહિં, આજા સનમ મધુર ચાંદની મેં હમ…’ જેવા ગીતોથી પ્રેમ રંગને ઘેરી બનાવી ગઇ. માઇકલ સોબેલ હોસ્પીસ અને મોન્ટેગોમેરી ઝીમ્બાબ્વેના લાભાર્થે યોજાઇ હતી અને બન્ને ચેરિટીને ૧૫૦૧ પાઉન્ડના અલગ અલગ ચેક કૌશિકભાઇ અને સંજય ઠકરારે અર્પણ કર્યા ત્યારે તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઉઠ્યો હતો.

પોતાના સંગીત શોખને ચેરિટીઓના નામે કરવાની ઉદાત્ત વિચાર સરણીના કારણે હજારો પાઉન્ડનું ફંડ દેશ-વિદેશની વિવિધ ચેરિટીઓને સાદર કર્યું છે.

બાળપણથી જ બોલીવુડ સંગીત અને ફિલ્મોના ગીતો ગાવાનો ભારે શોખ ધરાવતા કૌશિકભાઇ પૂંજાણીએ સંગીતકાર જતીનભાઇ ઓઝાના દિગ્દર્શન હેઠળ ૨૦૦૫માં પ્રથમ સ્ટેજ શો "કીપ એલાઇવ" રજુ કરી પોતાની બેંકીંગ કારકિર્દી સાથે સંગીત શોખ જીવંત રાખી

માનવતાના કાર્યો કરવાની દિશામાં આગેકૂચ કરી જેમાં એક્ઝિમ બેંકનો સહકાર મળવાથી સોનામાં સુગંધ ભળી. (આ બેન્ક ઇનોવેટીવ ફાયનાન્સીયલ ઇન્સ્ટીટ્યુશન છે જે વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસને મદદ કરે છે. )

શ્રી કૌશિકભાઇએ નીચે મુજબ ચેરિટેબલ સંસ્થાઓમાં અનુદાન આપ્યું છે:

*સ્પાર્કલ્સ ઓર્ગેનાઇઝેશન, જે ડાઉન્સ સિન્ડ્રમવાળા બાળકો માટે સ્પીચ અને લેંગ્વેજ થેરાપીના નિષ્ણાત છે.

*ધ સેરેબ્રલ પાલ્સી એસોસિએશન ઓફ લૂસીઆ.

*ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પીટલ

*મોન્ટે ગોમેરી ઝિમ્બાબ્વે ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન

*માઇકલ સોબેલ હોસ્પીસ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter